National

‘ભાજપના શાસનમાં 1 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી’, પ્રિયંકા ગાંધીએ સાધ્યું નિશાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) કોંગ્રેસની (Congress) જીતના માર્ગમાં સૌથી મોટો અવરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) છે. ગુરુવાર સુધી વડાપ્રધાન મોદીએ રાજ્યમાં બે ચૂંટણી સભાઓ કરી છે અને કોંગ્રેસ તેમના સીધા નિશાના પર હતુ. તેમજ દેહરાદુનનો (Dehradun) મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ મોદીના પ્રહારો અને ભાજપની ચૂંટણી પ્રચારની આક્રમક્તાનું દબાણ અનુભવી રહી છે.

દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને આ સમયે દરેક પાર્ટીઓ પોતાના ઇલેક્શન મેનિફેસ્ટોમાં ખેડૂતો માટે અનેક વચનો આપી રહી છે. આવું જ એક વચન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે ખેડૂતોને MSPની કાયદેસર ગેરંટી સ્વરૂપે આપ્યું હતું. પંજાબ-હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની પણ આ જ માંગ છે. તેઓ સતત સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેમને પાક પર MSPની કાયદેસર ગેરંટી આપવામાં આવે.

ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખેડૂતોના મુદ્દે આજે 12 એપ્રિલે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ હતું કે ભાજપની આગેવાની હેઠળની NDA સરકારમાં એક લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ન તો ખેડૂતોની આવક બમણી થઈ કે ન તો MSP આપવામાં આવી છે. તેમણે વચન આપ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો માત્ર MSPની ખાતરી જ નહીં પરંતુ ખેડૂતોની લોન માફી પણ કરવામાં આવશે.

કૃષિ સાધનો પર GST વસૂલવામાં આવે છે: પ્રિયંકા ગાંધી
તેમજ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ઉપર આરોપ લગાવ્યો હતો, “આજે દેશમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપના શાસનમાં 1 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમજ ખેતીમાં વપરાતી આવશ્યક ચીજવસ્તુઓ અને સાધનો પર GST વસૂલવામાં આવે છે.”

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે, “10 વર્ષમાં ન તો ખેડૂતોને MSP મળી અને ન તો તેમની આવક બમણી થઈ. દેવાથી ડૂબેલા ખેડૂતોનો એક પૈસો પણ માફ કરવામાં આવ્યો નથી, પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે.”

કોંગ્રેસે ખેડૂતોને ક્યા વચનો આપ્યા?
દેશના અન્ન દાતાઓને વચન આપતાં પ્રિયંકાએ કહ્યું, “કોંગ્રેસ સરકારમાં ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. કૃષિ સાધનો GST ફ્રી હશે. MSPની કાયદાકીય ગેરંટી હશે. પાકના નુકસાન પર વળતર 30 દિવસમાં આપવામાં આવશે. નવી આયાત-નિકાસ નીતિ બનાવવામાં આવશે.” અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું, “કોંગ્રેસ સરકારે ખેડૂતોની 72,000 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી હતી. કોંગ્રેસ ફરીથી આવશે તો તે MSP, લોન માફી અને સારી આવકની ગેરંટી સાથે સમૃદ્ધિ લાવશે.”

Most Popular

To Top