Vadodara

વડોદર : R-15 બાઇકનો હપ્તો ભરવાના રૂપિયા ન હોય યુવક ચોરી કરવા એટીએમમાં ઘુસ્યો

એટીએમમાંથી રૂપિયા નહી નીકળતા મશીનને 75 હજારનું નુક્સાન પહોચાડ્યું

ક્રાઇમ બ્રાન્ચે નંબર પ્લેટ પરથી આરોપીને ઝડપી પાડ્યો

પ્રતિનિધિ વડોદરા તા.12

દેખાદેખીમાં મોંઘી R15 બાઇક લીધા બાદ લોનના હપ્તા ભરવાનો રૂપિયા ન હોય યુવક વાઘોડિયા રોડ પર આવેલા એટીએમમાં ચોરી કરવાના ઇરાદો ઘુસ્યો હતો. મશીન તોડી રોકડ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નહી નીકળતા એમટીએમને 75 હજારનું નુકસાન પહોંચાડી ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે બાઇકના નંબરના આધારે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

તાજેતરમાં વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન કોમ્પલેક્ષમાં આવેલા એસબીઆઇના એટીએમમાં 3 એપ્રિલના રોજ રાત્રીના અગિયાર વાગ્યા બાદ તસ્કરો ઘુસ્યા હતા અને રોકડ કાઢવા માટે કોઇ સાધન વડે મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેશ નીકળ્યા ન હતા. જેથી તસ્કરો મશીનને 75 હજારનું નુક્સાન પહોંચાડીને ફરાર થઇ ગયા હતા. જેથી મેનેજરની ફરિયાદના આધારે તપાસ કરતા સીસીટીવી કેમેરા ચેક કરતા બાઇક પર આવેલા શખ્સો કમેરામાં કંડારાઇ ગયા હતા. જેથી પાણીગેટ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે R15 બાઇક લઇને ચોરી કરવા આવેલા તસ્કર રમેશ મેલસિંગ માળી (રહે. ગાજરાવાડી)ને શોધી કાઢ્યો હતો. તેની પૂછપરછ કરતા છ મહિના પહેલા R15 બાઇક લોન પર ખરીદ કર્યું હતું. જે લોન પર લીધી હોય લોનના હપ્તા ચૂકવવાના પોતાના પાસે રૂપિયા ન હોય  જલ્દથી મોટી રકમ મેળવવા માટે તેની બાઇક પર ચોરી કરવા માટે આવ્યા હતા અને આસપાસમાં રેકી કરી હતી અને કોઇ નહી દેખાતા મશીન ચોરી કરવા માટે ઘુસ્યા હતા. સાધન વડે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નહી તુટતા એમટીએમને 75 હજારનુ નુક્સાન પહોચાડ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રમેશ માળીને ધરપકડ કરીને તેની બાઇક અને મોબાઇલ મળી 41 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  

Most Popular

To Top