National

રિટેલ મોંધવારી ઘટી: માર્ચમાં 5.09% થી ઘટીને 10 મહિનાની નીચી સપાટીએ 4.85% પર

દેશમાં ખાણીપીણીની વસ્તુઓની કિંમતમાં (Prices) ઘટાડો થયો છે. માર્ચમાં મોંઘવારી ઘટી છે. CPI-આધારિત છૂટક ફુગાવો (Retail Inflation) માર્ચમાં ઘટીને 4.85%ના 10 મહિનાની નીચી સપાટીએ છે જે અગાઉના મહિનામાં 5.09% હતો. સરકાર દ્વારા શુક્રવારે આ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. આ ડેટા અનુસાર દાળ, ફળો, શાકભાજી વગેરેના ભાવોમાં ઘટાડો થયો છે. જોકે અનાજ મોંધુ થયું છે.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરાયેલા ડેટા દર્શાવે છે કે માર્ચમાં ભારતનો છૂટક ફુગાવો વાર્ષિક ધોરણે વધીને 4.85 ટકા થયો હતો જે અગાઉના મહિનામાં (ફેબ્રુઆરી 2024) 5.09 ટકા હતો. રોઇટર્સના સર્વેક્ષણમાં ફુગાવાનો દર ઘટીને 4.91 ટકા થવાનો અંદાજ હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે FY25ની પ્રથમ દ્વિમાસિક મોનેટરી પોલિસી કમિટી (MPC) મીટિંગના પરિણામોની જાહેરાત કરતી વખતે ફુગાવાને મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે આને “Elephant in the Room” તરીકે ઓળખાવ્યો હતો. તે સમય દરમિયાન આરબીઆઈ ગવર્નરે સંકેત આપ્યો હતો કે છૂટક ફુગાવો ધીમે ધીમે 4 ટકાની ઇચ્છનીય રેન્જમાં પાછો આવી રહ્યો છે.

માર્ચ 2024માં છૂટક ફુગાવો ઘટીને 4.85% પર આવી ગયો છે. અગાઉ ફેબ્રુઆરી 2024માં ફુગાવો 5.09% હતો. માર્ચ મહિનામાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો છે. મોંઘવારી સંબંધિત આરબીઆઈની રેન્જ 2%-6% છે. આદર્શરીતે RBI ઈચ્છે છે કે છૂટક ફુગાવો 4% પર રહે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા સાપ્તાહિક રોસ્ટર ધોરણે NSO અને MOSPI ના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગના સ્ટાફ દ્વારા છૂટક ફુગાવાનો ડેટા એકત્રિત કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન 1114 શહેરી બજારો અને 1181 ગામડાઓમાંથી ભાવ ડેટા એકત્રિત કરવામાં આવે છે. માર્ચ 2024 મહિના દરમિયાન NSO એ 99.8% ગામડાઓ અને 98.5% શહેરી બજારોમાંથી કિંમતો એકત્રિત કરી છે.

Most Popular

To Top