Vadodara

વડોદરા : વેસણીયા ગામની સીમમાંથી 2.76 કિગ્રા ગાંજાના જથ્થા સાથે કેરીયર ઝડપાયો

ગ્રામ્ય એસઓજીની ટીમે રામેશરાથી આજવા તરફ જતા દબોચ્યો

 જરોદ પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીને રિમાન્ડની તજવીજ હાથ ધરી

(પ્રતિનિધિ ) વડોદરા 11

વડોદરા જિલ્લાના વેસણીયા ગામની સીમમાં રામેશરા તથા આજવા તરફ કેનાલવાળા રોડ પરથી ગ્રામ્ય એસઓજીની ટીમે 2.76 કિલોગ્રામ ગાંજા સાથે કેરીયરને ઝડપી પાડ્યો હતો. આરોપી સિટી તથા ગ્રામ્ય વિસ્તારમાં ડિલિવરી આપતો હતો. તેની પાસેથી ગાંજો, મોબાઇલ, રોકડ રકમ અને એક્ટિવા મળી 77 હજારનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ સાથે જરોદ પોલીસને સોંપતા પોલીસે તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ તથા ગેરકાયદે હેરાફેરીને લઇને ગ્રામ્ય્ એસઓજીની ટીમ દ્વારા બુધવારે જિલ્લામા પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેસણીયા ગામની સીમમાં રામેશરાથી અજવા તરફ આવતા કેનાલવાળા રોડ પરથી કેલનપુરમાં ડિલિવરી આપવા માટે પોતાના એક્ટિવા લઇને જવાનો છે. જેથી એસઓજીની ટીમે કેનાલવાળા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો શખ્સ આવતા તેને ઉભો રાખી તપાસ કરતા તેની પાસેથી 2.76 કિલોગ્રામ ગાંજો રૂ. 20 હજાર મળી આવ્યો હતો. જેથી ગાંજો, એક્ટિવા 50 હજાર, મોબાઇલ અને રોકડા રૂપિયા મળી 77 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ગાંજો કોની પાસેથી લાવતો હતો તેની પૂછપરછ કરતા કલ્પેશ ઉર્ફે કમલેશ બારિયા પાસેથી લાવી વડોદરી સિટી તથા ગ્રામ્ય વિસ્તારમાં છુટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી સપ્લાયર સહિત બે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપીને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસને સોંપતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી છે.

Most Popular

To Top