National

‘પત્ની સુનીતા સાથે તિહાર જેલમાં કેજરીવાલની રૂબરુ મુલાકાત અટકાવાઇ’: સંજય સિંહનો દાવો

નવી દિલ્હી: દિલ્હીથી AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો આરોપ લગાવ્યો છે. સંજય સિંહે દાવો કર્યો છે કે તિહાર જેલ પ્રશાસન ભાજપના દબાણમાં કામ કરી રહ્યું છે. આ સાથે જ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે તિહાર જેલ પ્રશાસન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે.

સંજયે આરોપ લગાવ્યો કે જેલ પ્રશાસન દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમની પત્નીને રૂબરૂ મળવાની મંજૂરી નથી આપી રહ્યું. સુનીતા કેજરીવાલ બારી પાછળથી દિલ્હીના સીએમને મળી રહ્યા છે. સંજય સિંહે દાવો કર્યો હતો કે તિહાર જેલમાં રૂબરૂ મુલાકાત સામાન્ય છે. તેમણે કહ્યું, ‘અરવિંદ કેજરીવાલ સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે.

સંજય સિંહના જણાવ્યા મુજબ તિહાર જેલમાં ભયાનક ગુનાઓ આચરેલ ગુનેગારોને પણ બેરેકમાં તેમના પરિવારજનોને મળવાની છૂટ છે. જ્યારે દિલ્હીના ત્રણ વખતના સીએમ બનેલા અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમની પત્ની અને પીએને વિન્ડો બોક્સ દ્વારા જ મુલાકાત કરાવવામાં આવી રહી છે. આવું અમાનવીય વર્તન શા માટે? આ અમાનવીય કૃત્ય માત્ર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અપમાનિત કરવા અને નિરાશ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આજે લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવાની છે.

સંજય સિંહે વધુમાં કહ્યું કે જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવત માને અરવિંદ કેજરીવાલ સાથે મીટિંગ માટે અરજી કરી ત્યારે તેમને ટોકન આપવામાં આવ્યું હતું પરંતુ બાદમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ સુરક્ષાના કારણોસર મળી શક્યા નથી. તેમજ થોડા સમય બાદ જણાવવામાં આવ્યું હતું કે ભગવત માન અને દિલ્હીના સીએમ વચ્ચે રૂબરૂ મુલાકાત થશે નહીં પરંતુ મીટિંગ બારી મારફતે જ થશે. સંજય સિંહે કહ્યું કે આ લોકો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું અપમાન કરવા માંગે છે.

સંજય સિંહે કહ્યું, ‘હું પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરીશ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અધિકારો ન છીનવે. તેમને આ અધિકારો બંધારણીય, લોકશાહી, કાયદાકીય અને જેલના નિયમો હેઠળ મળ્યા છે. સરમુખત્યાર બનવાનો પ્રયાસ ન કરો.

અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 15 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહી છે. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને માન્ય ગણાવી હતી.

Most Popular

To Top