National

રેલીને સંબોધિત કરતી વખતે અમીત શાહે વોટર્સને આપ્યો આઇડિયા, કહ્યું હું વાણિયો છું…

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અને ભાજપના (BJP) નેતા અમિત શાહે (Amit Shah) ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ (Congress) અને સમાજવાદી પાર્ટી (Samajwadi Party) પર જોરદાર નિશાન સાધ્યું હતું. અમિત શાહ ભાજપના ઉમેદવાર સર્વેશ ઠાકુરના સમર્થનમાં રેલી કરવા મુરાદાબાદ પહોંચ્યા હતા.

રેલી દરમિયાન અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સત્તામાં પાછા ફરવાની કોઈ શક્યતા નથી, અને આ પાર્ટીઓના લોકો કહી રહ્યા છે કે તેઓ ટ્રિપલ તલાક અને કલમ 370 પરત લાવશે. આ દરમિયાન તેમણે લોકો સાથે પોતે એક બિઝનેસમેન હોવાની વાત કરી અને તેમને આઈડિયા આપ્યો.

શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને 11મા સ્થાનેથી બદલીને 5મા સ્થાન પર પહોંચાડી છે. તમે ત્રીજી વખત મોદી સરકાર બનાવો, મોદીની ગેરંટી છે કે, આ વખતે અમે ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. તેમણે કહ્યું કે સપા-કોંગ્રેસ કહે છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ કલમ 370 ફરીથી લાગુ કરશે. શું તેમને આ કરવાની છૂટ આપવી જોઈએ?

જ્યારે અમિત શાહે કહ્યું- હું વાણિયો છું…
રેલીને સંબોધતા અમિત શાહે ભાજપના સમર્થકોને ફોન અને સોશિયલ મીડિયા દ્વારા પાર્ટી માટે વોટ એકત્રિત કરવા જણાવ્યું હતું. તેમણે લોકોને કહ્યું, “આપણે મુરાદાબાદના ઉમેદવાર સર્વેશ ઠાકુરને 2 લાખથી વધુ મતોથી જીતાડવાના છે. શું આપણે તેમને જીતાડીશું?”

જ્યારે સમર્થકોએ શાહની અપીલ પર ‘હા’માં જવાબ આપ્યો, ત્યારે તેમણે કહ્યું, “બે લાખ મતોથી કોઈ જીતતું નથી. હું પણ એક વાણિયો છું… હું જાણું છું કે ફક્ત આટલા જ વોટથી લોકો જીતતા નથી… જો તમે કહો તો હું એક આઇડિયા આપુ ?”

પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતવાનો મંત્ર આપતા અમિત શાહે કહ્યું કે, “મારી મીટિંગ પૂરી થયા પછી દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 50 લોકોને ફોન કરવા જોઈએ. લોકોને ફોન કરીને PM મોદીને વોટ આપવા માટે કહેવું જોઇયે. તમામ લોકો એ સંબંધીઓ અને મિત્રોને ફોન કરીને તેમને તેમનો મત ભાજપને જ આપવા કહેવું જોઈએ.”

મુરાદાબાદમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે મતદાન થવાનું છે. અહીંથી વિપક્ષી પાર્ટી સપાએ એસટી હસનને ટિકિટ આપી છે.

Most Popular

To Top