National

ભોપાલ: ઇદના અવસરે દિગ્વિજય સિંહે ઈદગાહ જઈને દુવા કરી, CM મોહન યાદવ ભડક્યા, કહ્યું..

ભોપાલઃ (Bhopal) મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે (Digvijay Singh) ગુરુવારે ભોપાલમાં ઈદગાહની મુલાકાત લીધી હતી અહીં તેઓ ઇદના અવસરે મુસ્લિમ ભાઈઓને મળ્યા અને ત્યાં દુવા પઢી. ભાજપે દિગ્વિજય સિંહના ઈદગાહ જવાને મુદ્દો બનાવ્યો છે. મુખ્યપ્રધાન ડો.મોહન યાદવે કોંગ્રેસના નેતાની ટીકા કરતાં કહ્યું કે આ તો બહુ થયું. ભગવાન રામના મંદિરનો વિરોધ કરો. બીજી બાજુ ઇદગાહ જઈ પ્રાર્થના કરો. ડબલ કેરેક્ટર નહીં ચાલે. કોઈ પણ એક લાઈન નક્કી કરો.

CMએ કહ્યું- જનતા માફ નહીં કરે
મોહન યાદવે કહ્યું કે ગઈ કાલે જે રીતે તેઓએ નોટો પકડી હતી તે લોકોને ડરાવી રહ્યા છે. ડરના કારણે તેઓ પોતે 400-400 ઉમેદવારોની વાત કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ માત્ર બહાના બનાવીને હાર ટાળવાનો રસ્તો શોધી રહ્યા છે. જનતા માફ નહીં કરે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ઈદના અવસર પર ભોપાલમાં ઈદગાહ જઈને દુવા કરી હતી.

જણાવી દઈએ કે દિગ્વિજય સિંહ રાજગઢ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે શુક્રવારે કહ્યું કે તેઓ 16 એપ્રિલે રાજગઢ લોકસભા માટે ઉમેદવારી નોંધાવશે. તેમણે કહ્યું કે આ ચોક્કસપણે તમારા બધા માટે ગૌરવ અને શક્તિ પ્રદર્શિત કરવાની તક છે. પરંતુ હું વિનંતી કરવા માંગુ છું કે જ્યારે હું મારું નામાંકન ભરી રહ્યો છું ત્યારે તમે મારા બદલે મતદારો વચ્ચે રહો. તમારા મતદાન મથક પર જાઓ અને બૂથ સમિતિની બેઠક યોજો.

તમને જણાવી દઈએ કે ગુરુવારે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પરંપરાગત ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુસ્લિમ સમાજના લોકોએ મસ્જિદો અને ઇદગાહમાં નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે કેટલીક પાર્ટીઓના નેતાઓ પણ તેમને અભિનંદન આપવા પહોંચ્યા હતા. કેરળમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે પણ ઈદની નમાજ અદા કરતા લોકોને મળ્યા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top