Vadodara

વડોદરા: પેટ્રોલ પંપ પર હોર્ન કેમ વગાડે છે તેવું કહેતા ત્રણ મિત્રોને 15 શખ્સે માર માર્યો, 9ની ધરપકડ

વડોદરા તા.13

શહેરના વડીવાડીમાં આવેલા પેટ્રોલ પર ભાઇ રાહ જોવો હોર્ન શુ કામ વગાડે મારી ગાડીમાં પેટ્રોલ પુરાય છે તેવું કહેતા યુવક તથા મિત્રોને 15 શખ્સો માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી અને ગણતરી કલાકોજમાં માર મારનાર 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા.  

ગોરવા વિસ્તારમાં પેટ્રોલપંપ પર એક યુવક પેટ્રોલ ભરાવતો હતો દરમિયાન પાછળથી એક શખ્સ વારંવાર હોર્ન માર્યા કરતો હતો. ત્યારે યુવકે હોર્ન શુ કામ વગાડે છે થોડી રાહ જોવો મારી ગાડી પેટ્રોલ ભરાઇ રહ્યું છે તેવું કહેતા મામલો બીચક્યો હતો.હોર્ન મારનાર શખ્સે યુવક સાથે ઝઘડો કરીને ગાળો બોલવા લાગ્યો હતો. દરમિયાન યુવકના મિત્રો આવી ગયા હતા ત્યારે ઝઘડો કરનાર શખ્સે પણ ફોન કરીને તેમના 15 જેટલા મિત્રોને બોલાવી લીધા હતા. ત્યારબાદ આ પંદર જેટલા લોકોએ ભેગા મળીને યુવક તથા તેના મિત્રોને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે કોઇએ ત્રણ મિત્રોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. જેના પગલે ગોરવા પોલીસની ટીમ એક્શનમાં આવી ગઇ હતી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ગણતરી કલાકોમાં માર મારનાર 9 શખ્સો નિરવ જિતેન્દ્ર પરમાર, સુરજ રમેશ પરમાર, હિતેશ મદન માહોર, મોહિત રાજુ મોચી, ધ્રુવરાજ નગીન મોચી, કરણ સુનિલ પવાર, ચેતન તેજસિંગ માહોર, કુણાલ શૈલેષ પટેલ રોહિત અશોક ઠાકોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

Most Popular

To Top