Vadodara

વડોદરા : કેનેડાના વિઝા બનાવી આપવાના બહાને વિદ્યાનગરના જીમ સંચાલક સાથે 40.30 લાખ ( 65 હજાર ડોલર)ની ઠગાઇ

ઠગોએ તેમની પત્નીના નામના આપેલા નોમિનેશન તથા જોબ ઓફર લેટર ડુપ્લિકેટ, એજન્ટનું આઇસીસીઆરસીનું લાયસન્સ તથા ટ્રેનિંગ સર્ટિફેકેટ પણ બોગસ નીકળ્યાં

વડોદરા તા.14

આણંદના વિદ્યાનગર ખાતે જીમ ચલાવતા સંચાલકને કેનેડા વિઝા બનાવી આપવાનું કહીને વડોદરા તથા અમદાવાદના વિઝાની કન્સલ્ટન્સીના એજન્ટોએ 65 હજાર ડોલર ( 40.30 લાખ) પડાવી લીધા હતા અને વિઝા પણ નહી બનાવી ઠગાઇ આચરી હતી. કેનેડામાં તપાસ કરાવતા તેમની પત્નીને આપેલા નોમિનેશન અને જોબ ઓફર લેટર બનાવટી નીકળ્યા હતા. ઉપરાંત આઇસીસીઆરસીનું લાયસન્સ  અને ટ્રોનિંગ સર્ટિફિકેટ પણ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી અકોટા પોલીસે ચારેય ઠગોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આંણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે રહેતા ચિરાગ મહેન્દ્રકુમાર પટેલ (ઉ.વ.39) વિદ્યાનગર બાકરોલ રોડ પર જીમ ચલાવે છે. વર્ષ 2022માં કેનેડા ખાતે રહેતા તેમના સંબંધી મારફતે વડોદરા ખાતે આવ્યા હતા અને કેનેડાની કન્સલ્ટન્સી માટે અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર કૈલાસ કોમ્પલેક્ષમાં આવેલી આર એમ ઇમિગ્રેશનના માલિક રોનક સુનિલ શાહ તેના ભાગીદાર મિત વિમલ પાઠને મળ્યા હતા. તેઓને વિદેશી જવાના વાત કરતા તેમણે એકલા જાવ છો તેના કરા ફેમિલી સાથે કેનેડામાં કાયમી વસવાટ કરો તેવું કામ કરી આપીશુ તેવી ખાતરી હતી. જેનો 65 હજાર ડોલર ( 40.30 લાખ)નો ખર્ચો થશે. જેથી તેમને વિશ્વાસ આવતા કેનેડા વિઝાની પ્રોસેસ માટેના તમામ ડોક્યુમેન્ટસ તેમને આપ્યા હતા. ત્યારે નોમિનેશ લેટર આવશે ત્યારે રૂપિયા આપવાના રહેશે તેમ કહ્યું હતું. તમની પત્નીની દિપાલીબેનના નોમનો જોબ ઓફર લેટર બાદ નોમિનેશન લેટર આવી ગયો હતો. જેથી તેઓએ તેમને કેનેડા સ્થિત એજન્ટ એટલે કે અમદાવાદ ખાતેના યુસીઆઇ ઇમિગ્રેશનના બે ભાગીદાર કૌશલ પટેલ તતા ગૌરવ પટેલને 65 હજાર ડોલર આપી દેવા કહ્યું હતું. જેથી તેઓએ તેમના પરિચીત નેહલ પટેલ દ્વારા કેનેડામાં કૌશલ પટેલને 30 હજાર ડોલર આપ્યા હતા. ત્યારબાદ રોનક શાહ અને મિત પાઠકને બાકીની રકમ લેવા માટે તેમના જીમ પર બોલાવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ નાણાકીય માધ્યમો દ્વારા રૂપિયા ચૂકવી દીધા હતા આમ તેમને કેનેડા વિઝા કરી આપવાના બહારને 65 હજાર ડોલર (40.30 લાખ) પડાવી લીધા હતા અને વિઝા નહી કરાવી આપી છેતરપિંડી આચરી હતી. તેમના પત્નીના નામના ભેજાબાજોએ બનાવી આપેલા નોમિનેશન લેટર , જોબ ઓફર લેટર, રોનક શાહના ICCRCનું લાયસન્સ તથા ટ્રેનિંગ સર્ટિફેટિકેની કેનેડામાં તપાસ કરાવતા બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અકોટા પોલીસે જીન સંચાલકની ફરિયાદના આધારે રોનક શાહ, મિત પાઠક, ગૌરવ પટેલ કૌશલ પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top