SURAT

કતારગામમાં ડાન્સ ટીચરે ધોરણ-11 ની વિદ્યાર્થીની સાથે કર્યું દુષ્કર્મ, બાઈક પર બેસાડી ઘરે લઈ ગયો હતો

સુરત: (Surat) કતારગામ વિસ્તારમાં રહેતા અને ચોક બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ડાન્સ (Dance) શીખવતા શિક્ષકે સ્કુલમાં ધોરણ-11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. કિશોરીએ શિક્ષકની કરતુતત બાબતે તેના પરિવારને જાણ કરતા આ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • કતારગામમાં ડાન્સના શિક્ષકે ધોરણ-11 ની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો
  • કિશોરીને બાઈક પર બેસાડીને ઘરે લઈ જઈ બાદમાં દુષ્કર્મ આચર્યું
  • કિશોરીએ સઘળી હકીકત માતા- પિતાને જણાવતાં ફરિયાદ નોંધાવી

કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલા પાર્થ કોમ્પલેક્ષની સામે રણછોડ નગર સોસાયટીમાં રહેતો 26 વર્ષીય સંજય વણકર ચોક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં ડાન્સના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન શાળામાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી 16 વર્ષની એક કિશોરી અન્ય વિદ્યાર્થીનીઓની સાથે તેની પાસે ડાન્સ શીખવા આવતી હતી. આ દરમિયાન નરાધમ શિક્ષક સંજય વણકરે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. કિશોરીને ડાન્સ શીખવવાના બહાને ક્લાસમાં બોલાવી અવારનવાર શારીરિક અડપલાં કર્યા હતાં.

બાદ એક દિવસ તેને બાઈક ઉપર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો. અને ઘરે લઈ જઈને કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં શિક્ષક સંજય વણકરે છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન અવારનવાર કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને પગલે આખરે કિશોરીએ સઘળી હકીકત તેના મા બાપને જણાવતા તેઓએ સંજય વણકર સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top