સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સતત નવા ફીચર્સ દ્વારા યુઝર્સનો અનુભવ વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે કંપનીએ Instants નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જે Snapchat જેવી સુવિધા આપે છે. આ ફીચરની મદદથી યુઝર્સ રિયલ-ટાઇમમાં ફોટો શેર કરી શકશે અને તે ફોટો એકવાર જો્યા બાદ ગાયબ થઈ જશે. ઇન્સ્ટાગ્રામનું આ નવું ફીચર ખાસ કરીને યુવા યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આજકાલ લોકો પરફેક્ટ ફોટો પોસ્ટ કરવા માટે ઘણી એડિટિંગ અને ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે, પરંતુ Instantsનો હેતુ વધુ કુદરતી અને સ્પોન્ટેનિયસ શેરિંગને પ્રોત્સાહિત કરવાનો છે. એટલે કે, જે ક્ષણે ફોટો ક્લિક કરવામાં આવે તે જ ક્ષણને સીધી રીતે શેર કરી શકાય.
Instants એક પ્રકારનું ટેમ્પરરી ફોટો શેરિંગ ફીચર છે. તેમાં યુઝર્સ ફોટો ક્લિક કરીને તરત જ પોતાના Close Friends અથવા Mutual Followers સાથે શેર કરી શકે છે. ખાસ વાત એ છે કે આ ફોટો માત્ર એક જ વખત જોઈ શકાય છે. સામેની વ્યક્તિ ફોટો જોઈ લે પછી તે આપમેળે ગાયબ થઈ જશે. આ ફીચર Snapchatની સ્ટાઈલથી પ્રેરિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે Instagramએ તેમાં પોતાની રીતે કેટલાક અલગ અને નવા ફીચર્સ પણ ઉમેર્યા છે. Instantsની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ ભારે એડિટિંગની સુવિધા આપવામાં આવી નથી. યુઝર ફોટો ક્લિક કર્યા પછી માત્ર કેપ્શન ઉમેરી શકે છે. ફિલ્ટર, રીટચિંગ અથવા ગેલેરીમાંથી ફોટો અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી. એટલે કે, ફોટો તે જ ક્ષણે ક્લિક કરવો પડશે અને તે જ રીતે શેર થશે. ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે આ ફીચર લોકોમાં રિયલ મોમેન્ટ્સ શેર કરવાની ટેવ વધારશે.
આ ફીચર વાપરવું ખૂબ જ સરળ છે. સૌથી પહેલા Instagramના Inbox વિભાગમાં જવું પડશે. ત્યારબાદ કેમેરા ઓપન કરીને તરત ફોટો ક્લિક કરવો પડશે. ફોટા સાથે ઇચ્છો તો નાનું કેપ્શન ઉમેરી શકાય છે, પછી Close Friends અથવા Mutual Followers સાથે શેર કરી શકાય છે. સામેની વ્યક્તિ ફોટો જોઈ શકે છે અને તેના પર Reaction અથવા Reply પણ આપી શકે છે. જોકે, ફોટો એકવાર જોવામાં આવ્યા બાદ ગાયબ થઈ જશે. Instagramએ તેમાં Undo વિકલ્પ પણ આપ્યો છે. જો યુઝરને લાગે કે ફોટો ભૂલથી શેર થઈ ગયો છે, તો તે તરત જ તેને પાછો ખેંચી શકે છે.
Instagram હાલમાં કેટલાક દેશોમાં અલગ Instants Appનું ટેસ્ટિંગ પણ કરી રહ્યું છે. આ Standalone Appમાં સીધો કેમેરા ઍક્સેસ આપવામાં આવ્યો છે જેથી યુઝર્સ ઝડપથી ફોટો શેર કરી શકે. ખાસ વાત એ છે કે આ એપ માટે અલગ એકાઉન્ટ બનાવવાની જરૂર નહીં પડે. યુઝર્સ પોતાના Instagram એકાઉન્ટથી જ લોગિન કરી શકશે. આ એપ iOS અને Android બંને પ્લેટફોર્મ પર પસંદગીના દેશોમાં ટેસ્ટ થઈ રહી છે. Instagramનું માનવું છે કે ભવિષ્યમાં આ એપ વધુ લોકપ્રિય બની શકે છે.
ઇન્સ્ટાગ્રામે કહ્યું છે કે Instantsમાં યુઝર્સની પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ફોટો માત્ર પસંદ કરેલા લોકો જ જોઈ શકશે. Close Friends અને Mutual Followers માટે જ શેરિંગ ઉપલબ્ધ રહેશે. ફોટાનો Screenshot અથવા Screen Recording પણ કરી શકાશે નહીં. ફોટો 24 કલાક સુધી જ ઉપલબ્ધ રહેશે. ટીન યુઝર્સ માટે Instagram Teen Accounts અને Parental Supervision Settings પણ આપમેળે લાગુ પડશે. એટલે માતા-પિતાને બાળકોની ઑનલાઇન સેફ્ટી અંગે વધુ નિયંત્રણ મળશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં Snapchat યુવાનોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે, ખાસ કરીને disappearing photos અને casual sharing માટે. હવે Instagram પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. Metaની માલિકી ધરાવતું Instagram હવે વધુ રિયલ-ટાઇમ અને ઓછું ફિલ્ટરવાળું સોશિયલ મીડિયા અનુભવ આપવા માગે છે. Instants ફીચર દ્વારા કંપની યુઝર્સને વધુ નેચરલ અને અનફિલ્ટર્ડ રીતે જોડાવાનો પ્રયાસ કરી રહી છે. આવનારા સમયમાં જો આ ફીચરને સારો પ્રતિસાદ મળશે તો Instagram તેમાં વધુ નવા અપડેટ્સ અને AI આધારિત ફીચર્સ પણ ઉમેરી શકે છે.