Vadodara

વડોદરાના રાવપુરા વિસ્તારની કડિયા મસ્જિદમાં આગ 

  • ફાયર વિભાગની ટીમે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો 
  • આગ લાગવાનું કારણ અકબંધ, કોઈ જાનહાની નહિ 

વડોદરાના ભરચક રાવપુરા વિસ્તારમાં આવેલી કડિયા મસ્જિદમાં શુક્રવારે મોડી સાંજે અચાનક આગ લાગવાના કારણે નાસભાગ મચી જવા પામી હતી. મસ્જિદના બીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. લોકોની અવરજવરથી ભરચક એવા વિસ્તારમાં આગ લાગતા સહુના જીવ તાળવે ચોંટ્યા હતા. બનાવની જાણ થતા વડોદરા મહાનગરપાલિકાના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે 3 થી વધુ ફાયરની ગાડીઓએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. આ આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી. સદનસીબે કોઈ જાનહાની ન થતા સહુએ રાહતનો દમ લીધો હતો. 

Most Popular

To Top