Vadodara

વડોદરા : મેડિકલ ઓફિસર હનીટ્રેપમાં ફસાયા, કપડા ઉતારતા બે લોકો ધસી આવ્યાં વીડિયો ઉતાર્યા બાદ બાદ 10 લાખ માંગ્યાં

મેડિકલ ઓફિસરે હાલમાં એટીએમ ઘરે છે ત્યારે તેમને બાઇક બેસાડી તેના ઘરે ગયા બાદ એટીએમમાંથી એક ઉપાડી બંને આપ્યાં, બીજા એક લાખ નહી આપો તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી

પ્રતિનિધિ વડોદરા તા.13

વડોદરામાં ફરી હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંજુસરની કંપનીના મેડિકલ ઓફિસરને સોશિયલ મીડિયા પર રિકવેસ્ટ મોકલી મસાજ કરાવવા માટે કહ્યું હતું. જેથી તેઓ મસાજ કરાવવા માટે મહિલાના ઘરે ગયા હતા. મહિલા બેડરૂમમાં લઇ જતા તેઓ જેવા કપડા ઉતારતા હતા ત્યારે બે શખ્સો પોલીસની ઓળખ આપી ધસી આવ્યા હતા અને વીડિયો ઉતારી લીધો હતો. પોલીસ સ્ટેશનમાં જવુ ના હોય 10 લાખ આપ તેમ કહ્યું હતુ. ત્યારબાદ મેડિકલ ઓફિસર પાસેથી એક લાખ પડાવ્યા હતા અને બીજા એક લાખની વ્યવસ્થા કરવી પડશે નહી તો નહી બળાત્કારમાં ફસાવી દઇશુ તથા તાર ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વડોદરા શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા અતુલભાઈ કાનજીભાઈ પટેલ (ઉ.વ.31)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મંજુસર ખાતે આવેલા હિરાચી એનર્જી કંપનીમાં મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરે છે. તેમના મોબાઈલમાં સોશિયલ મિડિયામાં 10 દિવસ પહેલા માસ ફેસબુક આઈ.ડી.,Juhi Labana નામથી ફેન્ડરિકવેસ્ટ આવી હતી. જે તેમણે એસપ્ટ કરી હતી . મહિલાએ મેસેજમાં જણાવ્યું હતું કે, હું મસાજનું કામ કરુ છું અને તમારે મસાજ કરાવવું હોય તો મને કહેજો. બાદમાં જુહી લખાનાએ તેનો મોબાઈલ નંબર આપ્યો હતો. અતુલભાઈએ વ્હોટસએપ ઉપરથી મસાજ અંગે મેસેજ કર્યો હતો અને ત્યારબાદ તેણે મસાજ કરવા માટે કહ્યું હતુ અને તેનો ભાવ એક કલાકનો રૂપિયા  એક હજાર જણાવ્યો હતો. 11 એપ્રિલે ગોત્રી  સંસ્કાર નગર ત્રીજો માળે રાત્રે ગયા અને ત્યારે જુહી લબાના તેના ઘરે એકલી જ હતી. ત્યારબાદ મહિલા અતુલભાઇને ઘરમાં બેડરૂમમાં લઈ ગઇ અને મસાજ માટે કપડા કઢાવ્યા હતા અને તેજ સમયે બે શખ્સો આવ્યા હતા અને તેઓએ વિડીયો ઉતાર્યો હતો અને તારે પોલીસ સ્ટેશનમાં ના જવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે. જેથી અતુલભાઇએ તેઓને થોડા પૈસા ઓછો કરો તેમ કહેતા બે લાખ રૂપિયા રોકડા આપવા પડશે તેમ જણાવ્યું હતું. અતુલભાઈએ મારી પાસે હાલ રોકડા પૈસા નથી અને મારૂ એ.ટી.એમ, કાર્ટ ઘરે પડેલુ છે એમ કહેતા શખ્સો કપડા પહેરાવી નીચે લઈ ગયા હતા. ત્યાંથી તેઓની બાઈક ઉપર બેસાડી અતુલભાઈને ઘરે લઈ ગયા હતા. જયાથી એટીએમ કાર્ડ લઇ એટીએમમાંથી એક લાખ રૂપિયા ઉપાડી બંનેને આપ્યા હતા અને ત્યારબાદ તેઓ સંસ્કાર નગર ગોત્રી ખાતે લઇ આવ્યા હતા અને બહાર ઉતાર્યા બાદ બીજા એક લાખ આવતી કાલે સાંજે આઠ વાગ્યા સુધીમાં આપવા પડશે. જો પૈસા નહી મળે તો અમે તારા ઘરે આવીશું અને તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ તેમજ તારા ઘરનાને પણ જીવતા નહી રહેવા દઈએ તેમ ધમકી આપી હતી. અતુલભાઈએ તમામ હકીકત પત્નીને જણાવી હતી. ત્યારબાદ ફરિયાદ નોંધાવતા ગોત્રી પોલીસે તેમની ફરિયાદના આધારે મહિલા સહિત ત્રણ જનાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • બંને શખ્સોએ પોલીસ તરીકે મેડીકલ ઓફિસરને ઓળખ આપી

બેડરૂમમાં ધસી આવેલા બે શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને કહ્યું હતું કે આ ફ્લેટના રહીશોએ અરજી આપી છે. અહિંયા ગોરખધંધા ચાલુ છે. અહિંયા તારા ઘરે મોડે સુધી  ઘણા છોકરા આવતા હોય છે તેમ કહીને તેમને અરજી જેવું એક કાગળ પણ બતાવ્યું હતું. આ, ફ્લેટ સીલ કરવાનો છે તે કહી તેમનો વિડીયો ઉતારી લીધો હતો. મેડિકલ ઓફિસરને કહે છે કે, પોલીસ સ્ટેશન ન જવું હોય તો રૂ. 10 લાખ આપવા પડશે તેમ કહી  હું ગોહિલ સાહેબ સાતે વાત કરી લઉં છું તેમ કહ્યું હતું

Most Popular

To Top