Gujarat

ગુજરાતમાં 35 IPSની બઢતી-બદલીના આદેશ, અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર બન્યા

લોકસભાની ચૂંટણી (Election) પહેલા ગુજરાતમાં (Gujarat) 35 IPS અધિકારીઓની (IPS Officers) બદલી-બઢતીના આદેશ અપાયા છે. 74 દિવસ બાદ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા છે જ્યારે નરસિમ્હા કોમારને ડોદરાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જી.એસ.મલિક અને અભય ચુડાસમા સહિત 20ને પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રેમવીર સિંહ સુરત રેન્જ આઈજી બન્યા છે.

ગુજરાતમાં રવિવારે 14 એપ્રિલે એકસાથે 35 અધિકારીના બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. 74 દિવસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિના ૭૪ માં દિવસે સુરતમાં નવા પોલીસ કમિશનરની નિમણૂંક કરાઈ છે. અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર બન્યા છે. ગેહલોત ૧૯૯૭ બેચના આઈપીએસ અધિકારી છે. વડોદરા કમિશનરથી તેઓની સુરત બદલી કરાઈ છે.

વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંમ્હા કોમરની નિમણૂંક કરાઈ છે. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યાં છે. રાજ્યમાં 4 એડિશનલ ડીજીને જીડીપી તરીકે બઢતી અપાઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને ડીજી તરીકે બઢતી અપાઈ છે. કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી ADGP બનાવવામાં આવ્યા છે. ચિરાગ કોરડિયાને બોર્ડર રેન્જના આઈજી બનાવાયા છે જ્યારે IPS આર.વી.અંસારીને પંચમહાલ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે.

Most Popular

To Top