Vadodara

વડોદરા : ઇસ્કોન મંદિરમાં થયેલી ચોરીના સીસીટીવી ફુટેજ બહાર આવ્યાં

મોઢે માસ્ક, પેન્ટ સેન્ડો બંડીમાં આવેલો તસ્કરો કાળા રંગની બેગમાં ભગવાનનો શણગાર અને સોના ચાંદીના દાગીના ભરી ફરાર

વડોદરા તા.13

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાંથી સોના ચાંદીના દાગીના 1.50 મતાની ચોરી થઇ હતી. જેના સીસીટીવી બહાર આવ્યા છે. જેમાં મોઢે કાળારંગનું માસ્ક, પેન્ડ અને સેન્ડો બંડીમાં એક તસ્કર ગર્ભગૃહમાં ઘુસ્યો હતો. ભગવાનનો શણગાર અને સોના ચાંદીના દાગીના સહિતની મતા એક બેગમાં ભરી ભાગતો કેમેરામાં કંડારાઇ ગયો હતો. જેના આધારે પોલીસે તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા  છે.

વડોદરા શહેરમાં તસ્કરો એટલા બેફામ થઇ ગયા છે કે ભગવાનથી પણ ડરતા નથી. એક તસ્કર શહેરના ગોત્રી હરીનગર વિસ્તારમાં ઇસ્કોન મંદિરના ગર્ભગૃહના દરવાજાનું તોડી ઘુસ્યો હતો અને  ભગવાનની પ્રતિમા પર ચઢાવેલા સોના ચાંદીના દાગીના સહિતનો શણગાર મળી 1.50 માલમતાની ચોરી કરી ભાગી ગયો હતો. મંદિરના પુજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ચોરીના પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને ગોત્રી પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરાઇ છે. જેમાં પહેલા પોલીસ દ્વારા મંદિરમાં લગાવેલા સીસીસીટી કેમેરા ચેક કર્યા હતા. જેમાં અંદરના કેમેરામાં એક શખ્સ પેન્ટ, સેન્ડો બંડી અને મોઢા પર કાળા રંગનું માસ્ક પહેરીને મંદિરમાં ઘુસ્યો અને ચોરીના દાગીના સહિતના તમામ વસ્તુઓ એક કાળા કલરના બેગમાં ભરીને ફરાર થઇ ગયો હતો. મંદિરના મેઇન્ટેનન્સની કામગીરી દરમિયાન બહાર કેમેરા બંધ થઇ ગયા હોય તેની મંદિરના સત્તાધીશોને જાણ ન હતી.

Most Popular

To Top