National

‘તે પકડાઈ ગયા, એટલે ઈન્ટરવ્યુ આપી રહ્યાં છે’, PM મોદીના ચૂંટણી બોન્ડ નિવેદન પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન

લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે 15 એપ્રિલે ન્યૂઝ એજન્સી ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને નિવેદન પણ આપ્યું હતું. હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દા પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ પકડાઈ ગયા છે. આ કારણે તેઓ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડમાં નામ અને તારીખ જરૂરી છે. નામ અને તારીખ જોઈને ખબર પડશે કે એ લોકોએ ક્યારે બોન્ડ આપ્યા છે. પહેલા તપાસ એજન્સીઓ કાર્યવાહી કરે છે તેના પછી તરત જ તેમને પૈસા મળે છે અને તે પછી તરત જ કાર્યવાહી બંધ થઈ જાય છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે આ શુદ્ધ રૂપથી વસૂલાત છે. પીએમ પકડાઈ ગયા છે અને હવે ઈન્ટરવ્યુ આપી રહ્યા છે.

કાળા નાણા અને ઈલેક્ટોરલ બોન્ડ પર PMએ શું કહ્યું હતું?
પોતાના ઇન્ટરવ્યુમાં વડા પ્રધાને વિપક્ષી પક્ષો પર ચૂંટણી બોન્ડ યોજના પર જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ મૂક્યો છે, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે દરેક જણ તેને ફગાવી દેશે. જ્યારે પ્રામાણિક પ્રતિબિંબ હોય ત્યારે પસ્તાવો થાય છે. તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં કાળા નાણા પર અંકુશ લાવવાનો હતો. તેમણે કહ્યું કે વિપક્ષ આક્ષેપો કરીને આનાથી ભાગવા માંગે છે.

Most Popular

To Top