Business

ભારતીય શેરબજાર સતત ત્રીજા સત્રમાં ભારે ઘટાડા સાથે બંધ થયું, જાણો શા માટે થયું આવું?

નવી દિલ્હી: સ્ટોક માર્કેટ (Stock Market) મંગળવારના ટ્રેડિંગ સેશનમાં (Trading session) ભારતીય બજાર લાલ નિશાનમાં () બંધ થયું હતું. આ સતત ત્રીજા દિવસે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 456 પોઈન્ટ ઘટીને 72,943 પર અને NSE નિફ્ટી 124 પોઈન્ટ ઘટીને 22,147.90 પર બંધ થયો હતો. નિફ્ટી બેંક પણ 288.45 પોઈન્ટના ઘટાડા સાથે 47,484 પોઈન્ટ પર બંધ થયો હતો.

ભારતીય શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. મંગળવારનું સત્ર પણ બજાર માટે અશુભ સાબિત થયું હતું. વૈશ્વિક તણાવ અને વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં રોકાણકારો દ્વારા ભારે પ્રોફિટની વસૂલી જોવા મળી હતી. જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેર બજારની આ સ્થિતીનું બીજું કારણ આઈટી શેરોમાં દબાણની સ્થિતી પણ છે.

ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં આઈટી, બેન્કિંગ, મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી છે. સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી હતી ત્યારે મિડકેપ શેરો બંધ થયા હતા. બીએસઈ પર 3933 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 2249 શેરો લાભ સાથે અને 1569 શેર નુકસાન સાથે બંધ થયા હતા. તેમજ 115 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

ગેનર્સ અને લુઝર્સ
ટાઈટન, એચયુએલ, એચડીએફસી બેંક, મારુતિ સુઝુકી, આઈટીસી, પાવર ગ્રીડ, રિલાયન્સના શેર વધીને બંધ થયા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, SBI, સન ફાર્મા, NTPC, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ, M&M, ICICI બેંક, L&T, TCS, JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા સહિત HCL Tech, Bajaj Finserv, Wipro, IndusInd Bank અને Infosysના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

બજારના ઘટાડાનું કારણ
ભારતીય બજારમાં ઘટાડાનું મોટું કારણ વૈશ્વિક સ્તરે યુધ્ધની સ્થિતીના ભણકારા છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે શેર બજારને પણ વધુ ગંભીર બનાવી દીધું છે, જેના કારણે ભારતની સાથે વૈશ્વિક બજારોમાં પણ વેચવાલી સાથે શેર હોલ્ડર્સમાં નફાવસૂલી જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારોમાં ઘટાડો
વૈશ્વિક બજારોમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ટોક્યો, શાંઘાઈ, હોંગકોંગ, તાઈપેઈ, બેંગકોક, સિઓલ અને જકાર્તાના બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સોમવારના ટ્રેડિંગ સેશનમાં અમેરિકન બજારો પણ લાલ નિશાનમાં બંધ થયા હતા.

Most Popular

To Top