Entertainment

આમિર ખાને રાજકીય પક્ષ માટે પ્રચારના ફેક વાયરલ વીડિયો પર મૌન તોડ્યું, કહી આ વાત..

મુંબઈ: (Mumbai) તાજેતરમાં આમિર ખાનનો (Ameer Khan) એક ચોક્કસ રાજકીય પક્ષને સમર્થન કરતો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો. હવે આમિર ખાનની ટીમે આ અંગે સ્પષ્ટતા કરી છે. સાથેજ આ વીડિયોના દાવાઓને રદિયો આપતું સત્તાવાર નિવેદન જારી કર્યું છે. તેમજ વીડિયોને ‘ફેક’ ગણાવ્યો છે.

અભિનેતા આમિર ખાનનો ‘નકલી’ રાજકીય જાહેરાતનો વીડિયો વાયરલ થયા બાદ આમિર ખાનની ટીમે મંગળવારે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. વાયરલ વીડિયોમાં તેઓ આગામી લોકસભા ચૂંટણી પહેલા એક ખાસ રાજકીય પક્ષ માટે પ્રચાર કરતા જોવા મળે છે. આમિર ખાનના સત્તાવાર પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને ન તો તેઓ કોઈ માટે પ્રચાર કરી રહ્યા છે. તેમજ આમિરે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તે વર્ષોથી ચૂંટણી પંચને સહકાર આપી રહ્યા છે અને લોકોને વોટિંગ અંગે જાગૃત કરી રહ્યા છે.

નકલી રાજકીય જાહેરાતો વિરુદ્ધ આમિર ખાનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. આમિર ખાનના સત્તાવાર પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આમિર ખાને તેની 35 વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. તેમણે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાના અનેક પ્રયાસો કર્યા છે.

અમે તાજેતરના વાયરલ વીડિયોને લઈને ચિંતિત છીએ જેમાં આરોપ છે કે આમિર ખાન કોઈ ચોક્કસ રાજકીય પક્ષને પ્રમોટ કરી રહ્યા છે. તે સ્પષ્ટ કરવા માંગે છે કે આ એક નકલી વીડિયો છે અને સંપૂર્ણ રીતે ખોટો છે. તેઓએ મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં એફઆઈઆર દાખલ કરવા સહિત મુદ્દા સાથે સંબંધિત વિવિધ અધિકારીઓને આ મામલાની જાણ કરી છે. આમિર ખાન તમામ ભારતીયોને બહાર આવવા અને મતદાન કરવા અને ચૂંટણી પ્રક્રિયાનો સક્રિય ભાગ બનવા વિનંતી કરવા માંગે છે.

Most Popular

To Top