SURAT

દુબઇના પૂરને કારણે સુરત આવતી ફ્લાઇટો મોડી, યાત્રીઓ હેરાન

સુરત: રણ પ્રદેશ ગણાતુ દુબઇ (Dubai) હાલ ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. દુબઇમાં પાછલા બે-ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ (Heavy rain) વરસ્યો હતો. જેના કારણે દુબઇના ફેમસ મોલ સહિત રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એર પોર્ટ (Air port) ઉપર પાણી ભરાઇ ગયા હતા. તેમજ ત્યાનું જન જીવન ખોરવાઇ ગયું છે.

દુબઇમાં સામાન્યત: દેશના ઘણા લોકો મુસાફરી કરતા હોય છે. તેમજ આ દેશમાં મુસાફરીનું બેસ્ટ માધ્યમ એર સર્વીસીસને માનવામાં આવે છે. ત્યારે અહીંના એરપોર્ટ ઉપર પાણી ભરાઇ જતા તમામ ફ્લાઇટોને મોટી અસર પહોંચી હતી. તેમજ આ જ કારણે દુબઇથી સુરત આવતી ફ્લાઇટો પણ 5 કલાક મોડી આવી હતી. અને યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ હેવી સાયક્લોનની સ્થિતિ વચ્ચે બે દિવસથી દુબઇમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દુબઈ એરપોર્ટ પર પાણી ભરાઇ ગયું હતું અને તમામ એર ઓપરેશન બંધ કરવામાં આવ્યાં હતા. તેમજ જ્યારે પ્રતિકૂળ હવામાનને કારણે 45 ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે દુબઈ એરપોર્ટ ઓથોરિટીએ ટેમ્પરરી એર સર્વીસીસની કામગીરી સ્થગિત કરી દીધી હતી. જેના કારણે દુબઈથી સુરત આવતી ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ હતી અને સુરત એરપોર્ટ પર 5 કલાક લેટ પહોંચી હતી. તેમજ યાત્રીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ સુરતની એર ઈન્ડિયા એક્સપ્રેસ કે ઇન્ડિગો એરલાઈન્સે સુરતથી દુબઈ, શારજાહની ફ્લાઈટ સંબંધે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે રાત્રે 10.40 કલાકે દુબઈથી સુરત આવતી ફ્લાઈટ પાંચ કલાક જેટલી લેટ થઈ હતી. આ ફ્લાઈટ સવારે 3.27 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી. તેમજ બુધવારે પન દુબઇમાં વરસાદ પડવાની સંભાવનાને કારણે આજે પણ સુરતથી દુબઈ જતી ફ્લાઈટને અસર પહોંચે તેવી શક્યતા છે.

ગઇ કાલથી જ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર દુબઇની હાલની સ્થિતીના વીડિયો શેર કરવામાં આવ્યા હતા. તેમજ શેર કરવામાં આવેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, યુએઈમાં ભારે વરસાદ બાદ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયાં છે. તેમજ શારજાહ એરપોર્ટ પર પણ પાણી ભરાયાં છે અને એરપોર્ટ જવા માટેના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Most Popular

To Top