Business

વડોદરામાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવા અતુલ ગામેચી ચંપલનો હાર પહેરી પહોંચ્યા

આચારસંહિતાનું પાલન કરવાનું હોવાથી સિક્યુરિટી જવાનોએ કલેક્ટર કચેરી બહારજ હાર કઢાવ્યો

વડોદરા, તા. 18

કલેકર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી આવ્યા હતા ત્યારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા માટે સામાજિક કાર્યકર એવા અતુલ ગામેચી પણ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચી આવ્યા હતા .પરંતુ તેઓ અલગ અંદાજમાં ઉમેદવારી પત્ર નોંધાવા આવ્યા હતા.તેઓ જાતે જ જૂતાનો હાર પહેરીને ઉમેદવારી પત્ર નોંધાવા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા.પરંતુ આચારસંહિતા ના ભાગરૂપે તે યોગ્ય ન હોવાથી પોલીસ જવાનો દ્વારા તેમને હાર કાઢી લેવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી તેઓએ પાછો પોતાનો હાર કાઢી નાખ્યો હતો.આચારસંહિતાનું પાલન 100 મીટરના રસ્તાની અંદર કરવાનું હોવાથી કલેક્ટર કચેરીની બહારથી જ તેઓને પોલીસ જવાનોએ હાર કઢાવ્યો હતો.

Most Popular

To Top