Entertainment

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા વિરુધ્ધ EDએ કરી મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત

નવ દિલ્હી: શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) ફરી મુશ્કેલીમાં છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની તેમના જુહુ ફ્લેટ (Juhu Flat) સહિતની રૂ. 98 કરોડની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. અગાવ પણ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાના પતિ રાજ કુન્દ્રાનું નામ અશ્લીલ ફિલ્મ મેકિંગમાં સામે આવ્યું હતું.

EDએ આ મામલે એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ રિપુ સુદાન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની રૂ. 97.79 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં રાજ કુન્દ્રાના ઈક્વિટી શેર, જુહુ ફ્લેટ અને પૂણેનો બંગલો સામેલ છે.

રાજ કુન્દ્રા પર EDની કાર્યવાહી
EDએ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી કે, ED એ મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા મેસર્સ વેરિએબલ ટેક પીટીઇ લિમિટેડના દિવંગત અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને કેટલાક MLM એજન્ટો વિરુદ્ધ નોંધાયેલી બહુવિધ FIRના આધારે તપાસ શરૂ કરી હતી.

તેમજ આરોપ લગાવ્યો હતો કે આ તમામે ભેગા મળી મોટી રકમ એકઠી કરી હતી. તેમજ દર મહિને 10 ટકા વળતરના ખોટા વચન સાથે ભોળી જનતા પાસેથી બિટકોઈનના રૂપમાં (માત્ર 2017માં રૂ. 6,600 કરોડ) નાણાની રકમ જમા કરવામાં આવી હતી. તેમજ બિટકોઈન કૌભાંડમાં મની લોન્ડરિંગ અંગે 2018માં ED દ્વારા રાજ કુન્દ્રાની પૂછપરછ કરવામાં આવી હતી.

બિટકોઈન કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા
મની લોન્ડરિંગ કેસ કે જેમાં રાજ કુન્દ્રા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તે મામલો બિટકોઈનના માધ્યમ દ્વારા રોકાણકારોના નાણાં પડાવી લેવા સાથે છેતરપિંડી સંબંધિત છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે રાજ કુન્દ્રાએ યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ સ્થાપવા ગેઈન બિટકોઈન પોન્ઝી કૌભાંડના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મેળવ્યા હતા. આ સિવાય રાજ કુન્દ્રાની 19 જુલાઇ, 2021ના રોજ અન્ય 11 લોકોની સાથે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા:
રાજ કુન્દ્રાએ ગયા વર્ષે ફિલ્મ ‘UT69’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રાજ કુન્દ્રા ઉપરાંત આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ ફરાર છે. તેમજ EDએ આ તમામની 69 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જ્યારે પોઝિશનની ફરિયાદ 11 જૂન, 2019 અને 14 ફેબ્રુઆરી, 2024ના રોજ દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top