SURAT

ઘી, પનીર બાદ ડુપ્લીકેટ તેલનું વેચાણ કરતા 8 વેપારી સુરતમાં પકડાયા, વીડિયો

સુરત: નકલી ઘી, પનીર બાદ હવે સુરત શહેરમાંથી નકલી ખાદ્યતેલ વેચાતું હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ લોગો, માર્કાનો ઉપયોગ કરી ભેળસેળિયું નીચી ગુણવત્તાનું તેલ વેચનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • જાણીતી કંપનીઓના લોગો, માર્કાનો દુરુપયોગ કરતા 8 કિરાણા સ્ટોર્સ સામે કાર્યવાહી
  • જાણીતી ખાદ્યતેલની બ્રાન્ટની બનાવટ કરવામાં આવતી હતી, 54 ડબ્બા કબ્જે લેવાયા
  • લિંબાયત પોલીસે બાતમીના આધારે રેઈડ પાડી, કોપીરાઈટનો ગુનો દાખલ કર્યો

લિંબાયત પોલીસ તથા ઝોન 02 એલસીબી સ્કવોડ દ્વારા બાતમીના આધારે લિંબાયત વિસ્તારની અલગ અલગ આઠ દુકાનોમાં ગુરુવારે તા. 18 એપ્રિલના રોડ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ. તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા બૂચની કોપી કરી તેલના ડબ્બા પર કોપી રાઈટના લેબલનો ગેરકાયદે દુરુઉપયોગ કરી કોપી રાઈટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરનાર આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે.

ડીસીપી ભગીરથ ગઢવીને લિંબાયતમાં કેટલાંક વેપારીઓ ડુપ્લીકેટ તેલના ડબ્બાનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.
ડીસીપીએ આ અંગે લિંબાયત પોલીસ ઈન્સ્પેક્ટર એસ.બી. પઢેરીયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. છેતરપિંડી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ.ના રૂપેશ વોરાતથા ઝોન 02ના એલ.સી.બી. સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જી.વી. દિહોરાએ તેમની ટીમ સાથે લિંબાયત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરોડા કાર્યવાહીનો વીડિયો પણ બનાવી લેવાયો હતો.

લિંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ કિરણા સ્ટોર્સની દુકાનોમાં રેઈડ કરાઈ હતી. એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ., તિરુપતિ કપાસિયા તેલના કુલ 54 ડબ્બા ઉપર લેબલ તથા બૂચની કોપી કરી ડુપ્લીકેટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ થતું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ગેરકાયદે ડુપ્લીકેટ માર્કાવાળું ભેળસેળિયું તેલ વેચાણ કરનારાઓ વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top