Dakshin Gujarat

ઉચ્છલના ટાવલી ગામ પાસે માઈલ સ્ટોન સાથે બાઈક ભટકાતાં એકનું મોત, એક ઘાયલ

વ્યારા: (Vyara) તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકાનાં ટાવલી ગામ પાસે રસ્તાની બાજુમાં આવેલા માઈલ સ્ટોન (Milestone) સાથે બાઈક ભટકાતા ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે બાઈકની પાછળ બેસેલા ઈસમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.

  • ઉચ્છલના ટાવલી ગામ પાસે માઈલ સ્ટોન સાથે બાઈક ભટકાતાં એકનું મોત, એક ઘાયલ
  • કરોડથી ફુલઉમરાણ ગામ તરફ જવાના રસ્તા ઉપર અકસસ્માત સર્જાયો

પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના ટાવલી ગામે આંબા ફળિયામાં રહેતા પૃથ્વીરાજ શંકરભાઈ વસાવા (ઉ.વ.૨૨) પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ (નં. GJ-26,M-4494) પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી માઈલસ્ટોન સાથે ભટકાતા તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે બાઈકની પાછળ બેસાલા રોહિત વસાવાને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે.

ઉચ્છલના કરોડથી ફુલઉમરાણગામ તરફ જતા રોડ ઉપર વળાંક પાસે રોડની બાજુમાં આવેલા માઈલ સ્ટોન સાથે પૃથ્વીરાજ વસાવાની મોટર સાયકલ અથડાતાં ગંભીર ઈજાઓ થઈ હતી. મોટર સાયકલ ચાલક પૃથ્વીરાજ શંકરભાઇ વસાવાને મોઢાના ભાગે તેમજ કપાળ, માથાના ભાગે, ડાબા કાનની પાછળ ગંભીર ઈજાઓ થતા સારવાર આપવામાં આવી હતી. જ્યારે પાછળ બેસેલા રોહિત ઈલેશભાઈ વસાવા (ઉ.વ.૨૨), (રહે., ટાવલીગામ, આંબા ફળિયું, તા.ઉચ્છલ, જી.તાપી)ને માથાના પાછળના ભાગે તથા કમરના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન તેઓનું નવીસિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોત નિપજ્યું હતું.

Most Popular

To Top