Education

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પૂરક પરીક્ષા 11 થી 20 જૂન દરમિયાન યોજાશે : કાર્યક્રમ જાહેર


( પ્રતિનિધિ )વડોદરા,તા.12

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન તા. 11 જૂન 2026 થી તા. 20 જૂન 2026 દરમિયાન કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો 2005ના વિનિયમ 16(1)ની જોગવાઈ અનુસાર, ધોરણ-10 એસએસસી, ધોરણ-12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા હોય અથવા પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા હોય તેઓ આ પૂરક પરીક્ષા આપી શકશે. બોર્ડના જણાવ્યા મુજબ પૂરક પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ http://www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે. બોર્ડે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાના આચાર્યઓને વેબસાઈટ પરથી કાર્યક્રમની નોંધ લઈ લેવા તાકીદ કરી છે. જેથી વિદ્યાર્થીઓ સમયસર તૈયારી કરી શકે અને પરીક્ષાથી વંચિત ન રહી જાય. આ પૂરક પરીક્ષા નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓ માટે એક વર્ષ બચાવવાની સુવર્ણ તક સાબિત થશે.

Most Popular

To Top