Business

ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો તેમ છતાં શેરબજાર કેમ ઊંચે ગયું? જાણો કારણ…

નવી દિલ્હી(NewDelhi): છેલ્લાં ચાર દિવસથી ભારતીય (India) શેરબજારમાં (ShareBazar) ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું હતું. આજે શુક્રવારે સપ્તાહના છેલ્લાં દિવસે તા. 19 એપ્રિલે પણ સવારે બજાર તૂટ્યું હતું. ઈઝરાયેલે (Israel) વળતો જવાબ આપતા ઈરાનમાં (Iran) મિસાઈલ એટેક (Missiles Attack) કરતા ભારતીય શેરબજાર તૂટ્યું હતું. તેથી રોકાણકારોમાં (Investors) ગભરાટ ફેલાયો હતો.

ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલો કરતા આજે તા. 19 એપ્રિલના શુક્રવારે સવારે ભારતીય શેરબજારમાં ગભરાટનો માહોલ હતો, જેના લીધે સવારે પહેલાં સેશનમાં બજાર તૂટ્યું હતું. ચાર દિવસથી આ ઘટાડાનું વલણ હોય રોકાણકારોમાં ડરનો માહોલ હતો.

જોકે, બપોર બાદ અચાનક બજારની સ્થિતિ બદલાઈ હતી. ઘટાડે ખરીદી કરવા માટે બજારમાં બાયર્સ આવતા બજારની રોનક પાછી ફરી હતી. તેના લીધે બજાર ઊંચે ચઢવા લાગ્યું હતું. સવારથી જે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) રેડ ઝોનમાં (Red Zone) હતા તે બજાર બંધ થયું ત્યારે ગ્રીન ઝોનમાં (Green Zone) આવી ગયા હતા.

બપોર બાદ બજારે તેજીની દિશામાં ગતિ પકડી હતી અને દિવસના અંતે 599.34 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું. દિવસના અંતે સેન્સેક્સ 73,088.33 પોઈન્ટ પર બંધ થયું હતું. નિફ્ટીમાં પણ 151.15 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. નિફ્ટી 22,147ની સપાટી પર બંધ થયું હતું. લગભગ 700 પોઈન્ટના ઘટાડા બાદ બજારમાં આજે શાનદાર રિક્વરી જોવા મળી હતી, તેથી રોકાણકારોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી હતી.

દિવસના અંતે બજાર પર નજર કરીએ તો બીએસઈના (BSE) 30 શેરો પૈકી 22માં વધારો નોંધાયો હતો. માત્ર 8 શેર્સની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગમાં પીએસયુ (PSU) બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્સિયલ સર્વિસિસના શેર્સમાં (Shares) સૌથી વધુ વધારો નોંધાયો હતો.

ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ એટેક કરતા સવારે બજાર તૂટ્યું હતું
આ અગાઉ આજે તા. 19 એપ્રિલની સવારે બજારમાં ગભરાટ જોવા મળ્યો હતો. ઈઝરાયેલે વળતો જવાબ આપતા ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો તેની અસર ભારતીય શેરબજાર પર પડી હતી. શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં (Trading) જ કડાકો બોલી ગયો હતો.

સેન્સેક્સ સવારે પહેલાં સેશનમાં 489 પોઈન્ટ ઘટીને 71,999.65 પર ટ્રેડ થયો હતો. જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 21,788.25 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ અગાઉ ગઈકાલે સેન્સેક્સ 454 પોઈન્ટના ઘટાડા સાથે 72,488 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 152 પોઈન્ટ ઘટી 21995ના સ્તરે બંધ થયું હતું.

Most Popular

To Top