Dakshin Gujarat

નવસારીમાં એક જ સમયે CR પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા, સામસામા થયા, પછી..

સુરત(Surat): ભાજપના (BJP) નવસારી લોકસભા બેઠકના (Navsari Loksabha Seat) ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (CRPatil) આજે ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસે નવસારી કલેક્ટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોગાનુજોગ કોંગ્રેસના (Congress) ઉમેદવાર પણ તે જ સમયે ઉમેદવારી પત્રક ભરવા પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ ઠેકાણે સામસામે થઈ ગયા હતા. ત્યાર બાદ જે થયું તે દ્રશ્યો લોકો જોતા રહી ગયા હતા.

ભાજપે નવસારી લોકસભા બેઠક પર સી.આર. પાટીલની ઉમેદવારી રિપીટ કરી છે. ગઇકાલે તા. 18 એપ્રિલના રોજ સી.આર. પાટીલે નવસારીમાં ભવ્ય વિજય સંકલ્પ રેલી કાઢી હતી, જેમાં 1 લાખથી વધુ લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કલાકારો ગીતા રબારી, કિર્તીદાન ગઢવી તે રેલીમાં સામેલ થયા હતા.

સુરતથી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરતા, ઉદ્યોગકારો પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો રેલીમાં ભેગા થતા સી.આર. પાટીલ વિજય મુહૂર્ત 12.39 ફોર્મ ભરવા પહોંચી શક્યા નહોતા, તેથી ગઈકાલે ફોર્મ ભરવાનો ઈરાદો પડતો મુક્યો હતો.

આજે સી.આર. પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના આગેવાનો સાથે નવસારીમાં ઉમેદવારી પત્રક ભરવા પહોંચ્યા હતા. જોગાનુજોગ આ જ સમયે કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈ (Nasihdh Desai) પણ કચેરીમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા ત્યારે માથે ટાલ કરાવી હાથમાં લાકડી અને પગમાં ચપ્પલ પહેરી હતી. બંને હરીફ ઉમેદવારો સામસામા થઈ ગયા હતા, પછી જે થયું તે દ્રશ્ય લોકો જોતા રહી ગયા હતા.

કચેરીમાં બંને હરીફ ઉમેદવારો ભેગા થઈ ગયા હતા. ત્યારે ગાંધી વેશ ધારણ કરી પ્રચાર કરતા કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલના કાનમાં કશુંક બોલ્યા હતા. તે સાંભળી સી.આર. પાટીલ હસ્યા હતા. બંને ઉમેદવારોના ચહેરા પર સ્પોર્ટસમેન સ્પિરિટ દેખાતી હતી. ક્ષણભરની મુલાકાત બંને ઉમેદવારો આગળ વધી ગયા હતા.

Most Popular

To Top