Fashion

ઇયરિંગ્સ પસંદ કરતી વખતે શું ધ્યાન રાખશો?

અવસર અને આઉટફિટ્‌સ
ઇયરિંગ્સ પસંદ કરતા પહેલાં પ્રસંગ અને આઉટફિટ્‌સને ધ્યાનમાં રાખો. લગ્ન અથવા ધાર્મિક ઉજવણી જેવા ફોર્મલ પ્રસંગે એલિગન્સ અને લાવણ્યતા ઉમેરવા માટે બારીક નકશીકામ, જેમસ્ટોન્સ કે મોતીજડિત સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પહેરો. કેઝયુઅલ મેળાવડા કે ડે ટાઇમ આઉટિંગ માટે સ્ટાઇલ અને કમ્ફર્ટ વચ્ચે બેલેન્સ જાળવવા સાધારણ એમ્બેલિશમેન્ટ કે કલાસિક મોટિફસવાળી સાદી ડિઝાઇન પસંદ કરો.

ફેસ શેપ
ઇયરિંગ્સની પસંદગી કરતી વખતે તમારા ચહેરાના શેપને જાણવો જરૂરી છે કારણ કે કેટલીક સ્ટાઇલ તમારી ખૂબીઓને અન્ય કરતાં વધુ અસરકારક રીતે નિખારી શકે છે. દા.ત. જો તમારો ચહેરો ગોળાકાર હોય તો લેન્થ અને બેલેન્સનો આભાસ ઊભો કરવા ડ્રોપ્સ કે ડેન્ગલર્સ જેવી લાંબી ઇયરિંગ્સ પસંદ કરો. જો તમારો ચહેરો એન્ગ્યુલર કે ચોરસ હોય તો તમારા ફિચર્સને સોફટ કરવા અને સ્ત્રીત્વનો ટચ ઉમેરવા હુપ્સ કે શેન્ડેલિયર્સ જેવા રાઉન્ડ કે કર્વ્ડ ઇયરિંગ્સ પહેરો.
નેકલાઇન સાથે ઇયરિંગ્સ મેચ કરો
ઇયરિંગ્સની સ્ટાઇલ નક્કી કરવામાં તમારા આઉટફિટની નેકલાઇન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મેન્ડેરિન કોલર્સ કે બોટ નેકસ જેવી હાઇ નેકલાઇન્સ માટે ઉપરની તરફ ધ્યાન ખેંચે એવી સ્લીક અને લાંબી ઇયરિંગ્સ પસંદ કરો. સ્વીટહાર્ટ કે V નેકલાઇન્સ માટે તમારા ચહેરાને આકર્ષક દર્શાવવા શેન્ડેલિયર કે ટીઅરડ્રોપ ઇયરિંગ્સ પસંદ કરો.
હેર અને હેરસ્ટાઇલ સાથે બેલેન્સ કરો
એથનિક આઉટફિટ સાથે ઇયરિંગ્સ પસંદ કરતી વખતે બેલેન્સ અને સંવાદિતા પ્રાપ્ત કરવા તમારા વાળની લંબાઇ અને હેરસ્ટાઇલનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમારા વાળ લાંબા હોય તો બોલ્ડ એન્ડ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પસંદ કરી શકાય. એનાથી વિપરીત જો તમે વાળ ઉપર રાખવા ઇચ્છતાં હો કે સ્લીક બન વાળતાં હો તો તમારા ઓવરઓલ લુકને વધુ પ્રભાવિત કર્યા વિના સોફિસ્ટિકેશનનો ટચ આપે અને સ્ટાઇલ નિખારે એવી ઇયરિંગ્સ પહેરો.
એકસેસરીઝ સાથે મિકસ એન્ડ મેચ કરો
એકસેસરીઝ કોઇ પણ આઉટફિટને નિખારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને તમારા ઓવરઓલ લુકને વધારવામાં ઇયરિંગ્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. પર્સનાલાઇઝ્‌ડ સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે નેકલેસ, બ્રેસ્લેટ કે હેડપીસ સાથે ઇયરિંગને મિકસ એન્ડ મેચ કરી એકસપરિમેન્ટ કરી શકાય. દા.ત. જો તમે એકદમ હેવી નેકલેસ પહેરતાં હો તો સિમ્પલ ઇયરિંગ્સ પહેરો. એનાથી વિપરીત જો તમે મીનીમમ એકસેસરીઝનો ઉપયોગ કરતાં હો તો બધાંનું ધ્યાન ખેંચાય અને ગ્લેમરનો ટચ આપે એવી બોલ્ડ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પસંદ કરો.
પર્સનલ સ્ટાઇલ
તમારા એથનિક આઉટફિટ સાથે યોગ્ય ઇયરિંગ્સ પસંદ કરવાની સૌથી અગત્યની ટીપ એ છે કે તમારી આંતરસ્ફુરણા પર વિશ્વાસ રાખો અને તમારી પર્સનલ સ્ટાઇલ સ્વીકારો. અવસર, ચહેરાનો શેપ, વાળની લંબાઇ, નેકલાઇન જેવાં પરિબળો ધ્યાનમાં રાખવાં જરૂરી છે છતાં તમારી પર્સનાલિટી અને અનોખા વ્યકિતત્વને વ્યકત કરવા જુદી જુદી સ્ટાઇલ, કલર્સ અને ટેકસચર સાથે પ્રયોગ કરતા ડરો નહિ. તમે કલાસિક ડિઝાઇન્સ, કન્ટેમ્પરરી સ્ટાઇલ પસંદ કરતાં હો તો તમારા ટેસ્ટ સાથે મેળ ખાતી અને તમને કોન્ફિડન્ટ બનાવતી ઇયરિંગ્સ પર પસંદગી ઉતારો.
તમે કલાસિક સ્ટડ્‌સ, સ્ટેટમેન્ટ શેન્ડેલિયર્સ કે ડેલિકેટ હુપ્સ ગમે તે પસંદ કરો એ તમારી પર્સનાલિટીનું પ્રતિબિંબ હોવું જોઇએ.

Most Popular

To Top