Columns

ગણિત વિના કોમર્સમાંકારકિર્દી શકય છે?

ત્રો, પરીક્ષાઓ અને પ્રવેશપરીક્ષાઓ પૂર્ણ થવાને આરે છે ત્યારે આપણે સૌ સમાચાર વાંચીએ છીએ કે ચૂંટણીના લીધે પેપરો તપાસવાનું કાર્ય પૂર્ણતાને આરે અને એપ્રિલ એન્ડ એટલે કે ચૂંટણી શરૂ થાય તે પહેલાં પરિણામો જાહેર કરી દેવામાં આવશે એટલે ફરી વાલી, વિદ્યાર્થીઓની ભાગદોડ ચાલશે. ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રે કારકિર્દી બનાવવાનાં સ્વપ્નો સાથે પોતાની મર્યાદાઓથી માહિતગાર આજના યુવાન/યુવતીઓ સ્નાતક કક્ષાએ મળતાં વિકલ્પો વિશે જાણવા ખૂબ જ આતુર હોય છે.
જુલીએ ધો. 12 Commerceની પરીક્ષા આપી છે. બસ આગળ મેથ્સ વગર જવું છે. એપ્ટીટયુડ ટેસ્ટ પણ મેથ્સ વગર આગળ વધવાનો નિર્દેશ કરે છે. જુલી ડીઝાઈનીંગનાં ક્ષેત્રે સારું કરી શકશે, સાથે જ outdoor ક્ષેત્રે પણ સારું કરવાની ક્ષમતા ધરાવે છે. વિવિધ વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી. ભણવાનાં અને કાર્યક્ષેત્રનાં ક્ષેત્રો વિષે જાણ્યા પછી જુલી સ્પોર્ટસ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક પરિબળોની ચર્ચા કરવામાં આવી. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની વિવિધ રાજ્યની વેબસાઈટની માહિતી મળવાથી વધુ ઊંડાણપૂર્વક માહિતીઓ ભેગી કરવામાં કામે લાગી. એને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ એક જ ક્ષેત્રે ડિગ્રીઓમાં રસ જાગ્યો પણ અહીં સ્પોર્ટસ મેનેજર તરીકે એક સ્ત્રીને પોતાની કારકિર્દી વિકસાવવામાં આવતા પડકારો વિશે પણ ચર્ચા કરવામાં આવી, એને માહિતગાર કરી થોડું વાલી, વિદ્યાર્થીને ચિંતન કરવાનું જણાવાયું. વાલી એવું ઇચ્છે કે B.B.A. કરી M.B.A. H.R. સાથે કરી, સારા પગારવાળી નોકરી મળે એટલે ગંગા નાહ્યા…
મિત્રો, ધો. 10 પછી જયારે વિજ્ઞાન જૂથ વિષે વાલી-વિદ્યાર્થીમાં હાઉ- ડર હોય છે કે ‘આ તો આપણાથી ન થાય અને કોમર્સ સહેલું છે, એમાં વધુ મહેનતની જરૂર નથી’ એવી ગેરમાન્યતાઓ સાથે જયારે ધો.11માં વાણિજય લઇ લેવાય અને ધો.12 પછી વિદ્યાર્થી વાણિજ્ય સિવાય-ગણિત સિવાય આગળ વધવાના વિવિધ વિકલ્પો વિશે વિચારે ત્યારે આજે જયારે કારકિર્દી ક્ષેત્રે હજારો નવી ક્ષિતિજો ખૂલતી જ હોય છે. જમાનાની, વૈશ્વિક સ્તરની માંગને ધ્યાનમાં રાખી કારકિર્દી વિશે સ્કોપ-નોકરીના, પગારના, જગ્યાના-કયા સ્થળે, કાર્યની અપેક્ષાના જાણીએ અને એ જ્ઞાન-કુશળતા કયા અભ્યાસક્રમમાંથી મળી રહેશે એનાથી માહિતગાર થવું ખૂબ જ જરૂરી છે.
જો તમારે તમારો USP (Unique Selling Point)બનાવવો હોય, ઊંચો પગાર મેળવવો હોય અને ખુશખુશાલ રહેવું હોય તો ગણિત વિના વાણિજય ક્ષેત્રે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં આકર્ષક નોકરી મળી રહે છે તે જાણવું રહ્યું. સાથે એને જરૂરી કૌશલ્યો અને અનુભવો વિકસાવવાથી પ્રશંસનીય પગાર પેકેજની બાંયધરી મળી રહે છે.
Company Secretary: (CS) :
કંપની સેક્રેટરીની મુખ્ય ભૂમિકા કંપનીના નિયમનકારી મુદ્દાઓને હેન્ડલ કરવા માટેની છે. બોર્ડ ઓફ ડિરેકટર્સોને વિવિધ નિયમનકારી મુદ્દાઓને સમજવામાં અને તેને પહોંચી વળવા /ઉકેલ મેળવવામાં મદદ કરે છે. કંપની સેક્રેટરી તેમની સંસ્થાની તમામ જરૂરી કાનૂની ફાઈલીંગ પૂર્ણ કરે છે. તેઓ કોર્પોરેટ કાયદા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કોર્ષ તમે સ્નાતક અભ્યાસક્રમ જોડે પણ કરી શકો છો. ધો.12 પૂરું કર્યા પછી તમારે ICSI ફાઉન્ડેશન કોર્સમાં નોંધણી કરાવવી પડશે, ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કર્યા પછી, ઇન્ટરમીડીયેટ કોર્સમાં જોડાઈ શકો છો. પછી ICSI ફાઈનલ પરીક્ષા પાસ કરવી જરૂરી બને છે, સાથે જ તાલીમ લેવી જરૂરી છે. તાલીમ પૂર્ણ કર્યા પછી તમને એસોસિયેટ કંપની સેક્રેટરી તરીકે પ્રમાણિત કરવામાં આવે છે. આવા કાર્યક્ષમ ઉમેદવારોને કંપની 6-7 લાખ રૂપિયા વાર્ષિક પગાર શરૂઆતમાં આપે છે કેમ કે ઇન હાઉસ કાનૂની નિષ્ણાતો અથવા નિયમનકારી અધિકારીઓ છે જે કંપનીના દોષરહિત સંચાલનની ખાતરી કરે છે. ટૂંકમાં CS ને કોર્પોરેટ અને સિકયોરોટીઝ કાયદાના વ્યાવસાયિકોને કાનૂની અને નિયમનકારી પાલનની દેખરેખ રાખવા અને સત્તાધિકારીના નિર્ણયોને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવે છે. માટે જ દૃશ્ય અને લેખિત પત્રવ્યવહારને હેન્ડલ કરવામાં સક્ષમ હોવા જોઈએ. વ્યવસાયના નિયમોની ઊંડાણપૂર્વકની સમજણ એ એક આવશ્યક કૌશલ્ય છે.
ડિજિટલ માર્કેટર:
જેમ જેમ કંપનીઓ વધુ ને વધુ ડિજિટાઈઝ થઇ રહી છે તે મુજબ ઓનલાઈન માર્કેટિંગ પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. જો તમે અન્વેષણ કરવા અને ડિજિટલ માર્કેટિંગમાં નિષ્ણાત બનવા માંગતા હો તો MICA અને upGrad નાં ડિજિટલ માર્કેટિંગ પ્રમાણપત્ર પ્રોગ્રામને જોઈ લેવા. સોશ્યલ મીડિયા માર્કેટિંગ, કન્ટેન્ટ માર્કેટિંગ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ એનાલીસીસ અને PRના નિષ્ણાતોની ખૂબ માંગ છે. ડિજિટલ માર્કેટર તરીકે તમારી કંપનીની ઓનલાઈન હાજરીને નિયંત્રિત કરવાની જવાબદારી હશે, જાહેરાત ઝુંબેશ ચલાવે છે. કલાયંટની પહોંચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
(વધુ આવતા અંકે)

Most Popular

To Top