Business

ઈરાનમાં ઈઝરાયલના મિસાઈલ હુમલાથી શેરબજારને આંચકો, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ!

નવી દિલ્હી: ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો (Israel Attack On Iran) કરીને જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે મોટા પાયે યુદ્ધની (War) સ્થિતિ સર્જાઈ છે. ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે તા. 19 એપ્રિલે શેરબજારમાં (ShareBazar) પણ જોવા મળી હતી. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટીમાં (Nifty) જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં (Trading) જ કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ આજે 489 પોઈન્ટ ઘટીને 71,999.65 પર ખુલ્યો અને 600 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 21,788.25 પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE સેન્સેક્સના તમામ ટોચના 30 શેરોમાંથી, ITC અને Titanના શેરમાં તેજી જોવા મળી હતી, પરંતુ બાકીના 28 શેરમાં ઘટાડો થયો છે. આઈફોસિસમાં (Ifosys) લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય AXIS, L&T, નેસ્લે જેવા શેર પણ 1.50 ટકાથી વધુ તૂટ્યા છે. જ્યારે NSEના 1800 શૅર્સ ઘટી રહ્યા છે, જ્યારે 344માં વધારો જોવા મળી રહ્યો છે.

તમામ સેક્ટરમાં મોટો ઘટાડો
NSEના 2,214 શેરમાંથી 53 શેરમાં લોઅર સર્કિટ છે, જ્યારે 40માં અપર સર્કિટ છે. 15 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. બેન્ક નિફ્ટીમાં આજે લગભગ 300 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 150 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે. આ સિવાય આજે નિફ્ટીના તમામ સેક્ટરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

ઓટોથી લઈને આઈટી, હેલ્થકેર અને ઓઈલમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. NBCC ઇન્ડિયામાં 3 ટકા, ટાટા કોમ્યુનિકેશનમાં લગભગ 5 ટકા, Nyka 3 ટકા, HPCLમાં લગભગ 3 ટકા, BPCLનો 3.39 ટકા, કેનેરા બેન્કનો શેર છે? 2.89 ટકા અને ICICI પ્રુડેન્શિયલમાં 3.72 ટકાનો ઘટાડો થયો છે.

શેરબજારમાં ઘટાડાનાં ત્રણ મુખ્ય કારણો
બજાર ખુલતા પહેલા ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું કે ઈઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આવી સ્થિતિમાં જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

ઈઝરાયેલના હુમલાના કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ ઘટાડો થયો છે. બીજું મોટું કારણ ગુરુવારે ઈન્ફોસિસનું પરિણામ હતું, જેના કારણે એડીઆરમાં 8 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે આ મોટી કંપનીમાં વેચવાલી થઈ હતી. આ સિવાય સેન્સેક્સની એક્સપાયરીના કારણે પણ આજે વેચવાલીનો દબદબો છે.

Most Popular

To Top