Vadodara

કારેલીબાગ વિસ્તારની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ નહિ તો વોટ નહીં ના બેનરો લાગ્યા

શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી, જુલીપાર્ક સોસાયટી, ક્રિષ્ણા કોમ્પલેક્ષ સહિતના વિસ્તારમાં’પ્રાથમિક સુવિધા નહીં, તો વોટ નહીં’ના બેનરો લાગ્યા

છેલ્લા27 વર્ષોથી સતામા તથા શહેરમાં રહેલી અને વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર અને તંત્રના રાજમાં વેરો ભરતી જનતાને પીવાના પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી, ડ્રેનેજની, રખડતાં પશુઓ મૂક્ત રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકી નથી ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ એક પક્ષ સામે મેદાનમાં ઉતર્યું છે અને બીજી તરફ હવે જાગૃત નાગરિકો પણ મોટી મોટી વાતો, વાયદાઓ અને ભાષણબાજીઓમા આવ્યા વિના હકિકત સાથે રૂબરૂ થયા છે અને હવે પોતાના વિસ્તારોમાં ‘સુવિધાઓ નહીં તો વોટ નહીં’ એ માટે મોરચો માંડી દીધો છે.
લાઈટ, ડ્રેનેજ, રોડ નહીં તો વોટ નહીં ની ચીમકી ઉચ્ચારતા કારેલીબાગ સોસાયટીના રહીશો દ્વારા, સોસાયટીઓના નાકે લગાવ્યાં બેનરો લગાવી દેતાં રાજકીય મોરચે ઉતેજના જાગી છે.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટી, જુલી પાર્ક, ક્રિષ્ના કોમ્પલેક્ષ તથા આજુબાજુના વિસ્તારમાં લાઈટ, ડ્રેનેજ અને રોડની નહીં તો વોટ નહીં તેવી રીતે બેનર મારી સોસાયટીઓના રહેશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે સાથે જ સોસાયટીના નાકે બેનર લગાવવામાં આવ્યું સોસાયટીઓના રહિશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ,લાઈટ ડ્રેનેજ રોડની સમસ્યા નહીં તો વોટ નહીં તેવી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top