Editorial

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિસ સઇદ ભારતથી એટલો ફફડી ગયો છે કે જાહેરમાં દેખાતો પણ નથી

બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ તેના એક અહેવાલમાં ભારત પર પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગના આરોપ લગાવ્યા છે. આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘ટાર્ગેટ કિલિંગ ભારતની વિદેશ નીતિમાં નથી.’ તેમજ, વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આરોપો ખોટા છે અને ભારત વિરુદ્ધ પ્રોપેગન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. ખરેખરમાં, બ્રિટિશ અખબારે તેના સમાચારમાં લખ્યું છે, ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓએ ‘ધ ગાર્ડિયન’ને જણાવ્યું હતું કે ભારત સરકારે વિદેશમાં રહેતા આતંકવાદીઓને ખતમ કરવાની પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે પાકિસ્તાનમાં ઘણા લોકોની હત્યા કરી છે. ‘ધ ગાર્ડિયન’એ તેના સમાચારમાં લખ્યું છે કે, બંને દેશોના ગુપ્તચર અધિકારીઓ સાથેની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકર્તાઓ પાસેથી મેળવેલા દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ભારતની વિદેશી ગુપ્તચર સંસ્થા (RAW)એ 2019 પછી રાષ્ટ્રીય સુરક્ષા માટે કથિત રીતે વિદેશોમાં હત્યા કરવાનું શરૂ કર્યું છે.

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) )નો ડાયરેક્ટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય દ્વારા કંટ્રોલમાં રહે છે. મોદી આ મહિને ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન દ્વારા શેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં સાત મામલા સાથે જોડાયેલા કેટલાક પુરાવા છે. આમાં સાક્ષીઓની જુબાની, ધરપકડના રેકોર્ડ, નાણાકીય નિવેદનો, વોટ્સએપ મેસેજ અને પાસપોર્ટનો સમાવેશ થાય છે. પાકિસ્તાની તપાસકર્તાઓનું કહેવું છે કે આ પુરાવા સ્પષ્ટપણે પાકિસ્તાનમાં કરવામાં આવતા ટાર્ગેટ કિલિંગમાં ભારતીય જાસૂસોની સંડોવણી દર્શાવે છે. જો કે, ‘ધ ગાર્ડિયન’એ આ દસ્તાવેજોની ચકાસણી કરી નથી.

રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, 2019માં પુલવામા હુમલા બાદથી, ભારતીય ગુપ્તચર એજન્સી RAWએ 20 હત્યાઓ કરી છે. ભારત આ તમામને પોતાના દુશ્મન માનતું હતું. ભારત પર હાલમાં કેનેડા અને અમેરિકામાં શીખોની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી આ પ્રથમ ઘટના છે. તે સમય જ્યારે ભારતીય ઈન્ટેલિજેન્સ ઓપરેટિવે પાકિસ્તાનમાં ચલાવવામાં આવી રહેલ ભારતીય ઓપરેશન પર વાત કરી. આરોપો એ પણ જાહેર કરે છે કે ભારતીય ઓપરેશનના ભાગરૂપે ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા શીખ અલગતાવાદીઓને પાકિસ્તાન અને પશ્ચિમી દેશોમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની ઈન્ટેલિજેન્સ ઓપરેટિવ્સે જણાવ્યું હતું કે UAEમાં રહેતા ભારતીય ગુપ્તચર વિભાગના સ્લીપર સેલ દ્વારા હત્યાઓ કરવામાં આવી હતી.

2023માં હત્યાના કેસમાં વધારો થયો હતો કારણ કે આ સ્લીપર સેલ લોકલ ગુનેગારો અથવા ગરીબ પાકિસ્તાનીઓને હત્યા કરવા માટે લાખો રૂપિયા આપે છે. 2023માં 15 લોકોની હત્યા કરવામાં આવી હતી. તે બધાને અજાણ્યા હુમલાખોરો દ્વારા નજીકથી ગોળી મારવામાં આવી હતી.અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય એજન્ટોએ પણ કથિત રીતે હત્યાઓ કરવા માટે જેહાદીઓની ભરતી કરી હતી, તેમને ખાતરી થઈ હતી કે તેઓ કાફીરોની હત્યા કરી રહ્યા છે.‘ધ ગાર્ડિયને’ લખ્યું, એક ભારતીય ઈન્ટેલિજેન્સ ઓપરેટિવએ અમને કહ્યું કે આ પ્રકારના ઓપરેશનને પાર પાડવા માટે સરકારની મંજૂરીની જરૂરી હોય છે.

આ કરવા માટે ભારતને ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ અને રશિયન ગુપ્તચર સંસ્થા કેજીબી પાસેથી પ્રેરણા મળી. બંને એજન્સીઓ વિદેશી ધરતી પર હત્યા સાથે સંકળાયેલી છે. હવે ધ ગાર્ડિયનનો દાવો સાચો છે કે ખોટો પરંતુ સાચી વાત એ છે કે, જે રીતે પાકિસ્તાનમાં એક પછી એક આતંકવાદીનો સફાયો થઇ રહ્યો છે તેનાથી હાફિસ સઇદ રીતસરનો ફફડી ગયો છે. એક સમય હતો કે જ્યારે તે પાકિસ્તાનમાં બેઠા બેઠા ભારતમાં હુમલાઓને અંજામ આપતો હતો પરંતુ હવે તે એટલો બધો ગભરાયો છે કે જાહેરમાં દેખાતો જ બંધ થઇ ગયો છે. પહેલા તેની હિંમત એટલી હતી કે તે પાકિસ્તાનમાં હજારોની મેદનીને જાહેરમાં સંબોધતો હતો.

મંચ ઉપરથી ભાષણ આપતો હતો પરંતુ હવે તેણે ભૂગર્ભમાં રહેવું પડી રહ્યું છે. તેના નજીકના ગણાતા સગાવહાલા પણ આતંકવાદી જ છે અને તેમને પણ વીણી વીણીને મારવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ દેશો પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ પાકિસ્તાન ગભરાયું છે અને પાકમાં ચાલતી આતંકી ગતિવિધિઓને કાબુમાં લેવા માટે તેણે આતંકી આકા હાફિઝ સઇદને નજર કેદ કર્યો અને નજર કેદ થવાની સાથે જ ગભરાયેલા હાફિઝ સઇદને વીડિયો સામે આવ્યો છે.  મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ આતંકી હાફિઝ સઇદને લાહોર સ્થિત એક મસ્જીદમાં નજરકેદ કરવામાં આવ્યો છે અને આ કાર્યવાહી બાદ આતંકના આકા હાફિઝ સઇદ બોખલાઇ ગયો છે. અને તેના પર થયેલી કાર્યવાહી પાછળ ભારતનો હાથ હોવાનું જણાવ્યું છે.

હાફિઝ સહિત 4 આતંકીઓને પાકિસ્તાનમાં આતંકવિરોધી નિયમો હેઠળ નજરકેદ કરવામાં આવ્યા છે. નજરકેદ કર્યા બાદ હાફિઝ સઇદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હાફિઝ સઇદ કહી રહ્યો છે કે પાકિસ્તાન સરકારે બહારથી કરવામાં આવેલા દબાણના કારણે તેની ધરપકડ કરી છે. હાફિઝે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી નવી મિત્રતા થઇ છે અને મોદીના ઇશારા પર અમેરિકાના દબાણમાં આવીને તેને નજરકેદ કરીને રાખવામાં
આવ્યો છે.

હાફિઝે કહ્યું છે કે તેની અમેરિકા સાથે કોઇ દુશ્મની નથી. તે તો કશ્મીર મુદ્દાને લઇને સંઘર્ષ કરી રહ્યા છે અને આગળ પર કરતા રહેશે. પાકિસ્તાની જનતા તેની સાથે છે અને તેણે ક્યારેય કોઇ હિંસક પગલુ ભર્યું નથી. માત્ર કશ્મીર મુદ્દાને લઇને ભારતીય દબાણના કારણે તેને નજરબંધ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકી રાષ્ટ્રપતિ બનતા જ આતંકવાદને આશ્રય આપતા દેશોને કડક સંકેશ આપ્યો છે કે હવે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.. ટ્રમ્પે આતંકને આશ્રય આપતા 7 દેશો પર પ્રતિબંધ લગાવ્યો છે અને આવનારા સમયમાં પ્રતિબંધિત દેશોમાં પાકિસ્તાનનો પણ સમાવેશ કરવામાં આવી શકે તેવા સંકેત આપ્યા છે.

જેના કારણે પાકિસ્તાન સરકાર દબાણમાં આવી ગઇ છે અને ઝડપથી પગલા ભરીને હાફિઝ સઇદને લાહોરમાં નજરકેદ કરવામાં આવ્યો છે. પીએમ મોદી સાથે ફોન પર થયેલી વાતચીતમાં પણ ટ્રમ્પે આતંકવાદ વિરૂદ્ધ મળીને કામ કરવાનો સંકલ્પ લીધો હતો. ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું હતું કે આતંકવાદ વિરૂદ્ધ વૈશ્વિક લડાઇમાં ભારત અને અમેરિકા એકસાથે છે. ટ્રમ્પે ભારતને સાચો મિત્ર અને સહયોગી ગણાવ્યો છે.

Most Popular

To Top