Dakshin Gujarat

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના 12 રાજપૂત મંડળોની બેઠક મળી, રાજપૂત સ્વાભિમાન સંમેલન યોજાશે

બારડોલી: (Bardoli) ક્ષત્રિય સમાજની ચાલી રહેલી લડત સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સંમેલન બાદ હવે આ દક્ષિણ ગુજરાતમાં પણ શરૂ થઈ છે. આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સ્વાભિમાન સંમેલન યોજાય એ હેતુ સાથે આજે સુરત જિલ્લાના (Surat District) બારડોલી ખાતે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના બારથી વધુ મંડળના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  • ‘રૂપાલા નહીં જ ચાલે’: દક્ષિણ ગુજરાતમાં રાજપૂત સ્વાભિમાન સંમેલન યોજાશે
  • બારડોલીમાં દક્ષિણ ગુજરાતના 12 રાજપૂત મંડળોની બેઠક મળી, રાજપૂત સમાજ તમામ બેઠક ઉપર ભાજપનો વિરોધ કરશે

પુરુષોત્તમ રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હવે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પણ માથાનાં દુખાવા સમાન બની ગયો છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો છતાં પણ દ્વારા રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે. ગત દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં ક્ષત્રિય સમાજના સંમેલન થયા હતા. આ સંમેલન વિવિધ ઝોન પસાર કરીને દક્ષિણ ગુજરાતમાં પણ આ લડત પહોંચી છે અને આ લડતના ભાગરૂપે સુરત સુરત જિલ્લાના બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઇ હતી.

દક્ષિણ ગુજરાતની લોકસભાની બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ અલગ રણનીતિથી ભાજપનો વિરોધ કરશે, જેના ભાગરૂપે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજ સ્વાભિમાન સંમેલન બેનર હેઠળ સુરત જિલ્લાના બારડોલી ખાતે મોટું સંમેલનનું આયોજન કરશે. એ આયોજનના ભાગરૂપે આજે બારડોલી ખાતેની બેઠકમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના 12 જેટલા મંડળના મુખ્ય હોદ્દેદારો, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં સંમેલન અંગે વહીવટી મંજૂરી મેળવીને તારીખ અને સમય પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવનાર છે. દક્ષિણ ગુજરાતમાં યોજનાર સંમેલનને લઈને રાજ્ય રાજપૂત સંકલન સમિતિના દક્ષિણ ગુજરાતના સભ્ય મદનસિંહ અટોદરિયા તેમજ કચ્છ કાઠીયાવાડ રાજપૂત સમાજના પ્રદ્યુમનસિંહ જાડેજાએ સંમેલનની રૂપરેખા તેમજ સંમેલનના યોગ્ય આયોજનને લઈને માર્ગદર્શન આપ્યું હતું.

Most Popular

To Top