Charotar

લુણાવાડામાં 11 કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો

મહિસાગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ચોરી ગામે દરોડો પાડી પકડી પાડ્યો

લુણાવાડાના ચોરી ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી 11.830 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. આ શખ્સ પાસેથી પોલીસે 1.18 લાખનો મુદ્દામાલ કબજે કરી તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

મહિસાગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ખાંટ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ચોરી ગામના મુવાડા ફળીયામાં રહેતો દિલીપસિંહ ઉર્ફે લાલો નારણ પરમાર તેના મકાનમાં સુકા ગાંજાનું વેચાણ કરે છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી 19મીની બપોરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ધાબાવાળુ સફેદ આછા ગુલાબી જેવા કલર કરેલા મકાન દેખાયાં હતાં. જેમાંથી એક રહેણાંક મકાન બહારથી સફેદ ગુલાબી કલર કરેલું હતું. પ્રથમ ખંડમાં એક શખ્સ હાજર મળી આવ્યો હતો. આ શખ્સની અટક કરી પુછતાં તે દિલીપસિંહ ઉર્ફે લાલો નારણ પરમાર (રહે. ચોરી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે મકાનમાં ઝડતી લેતાં પ્રથમ ખંડમાં પલંગના પાછળના ભાગેથી પ્લાસ્ટીકનો કોથળો મળી આવ્યો હતો. જે કોથળામાં ખોલી જતાં ગાંજો મળી આવ્યો હતો. જેનું વજન કરતાં 11.830 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થો યુરીયા ખાતરના પીળા કલરના પ્લાસ્ટીકના થેલામાં ગાંજો ભરી લીધો હતો. એક કિલોના રૂ.10 હજાર લેખે કુલ 1,18,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થા અંગે દિલીપસિંહની પુછપરછ કરતાં તેણે પોતાના ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાના છોડ ઉછેર્યાં હતાં. આ ગાંજાનું સેવન પોતે કરતો હોવાનું કબુલ્યું હતું. આ કબુલાત આધારે પોલીસે દિલીપસિંહ ઉર્ફે લાલો નારણ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top