Vadodara

સતત free fire ગેમ રમતા બાળકની લત છોડાવવા માટે આખરે માતા એ અભયમ ની મદદ લીધી

વડોદરા, તા. 22
સતત દિવસ રાત free fire ગેમ રમતો દીકરો તેની માતા મામા અને નાની ને જો કોઈ રોપટોપ કરે તો સતત ગાળો બોલીને ઝઘડો કરતો હતો અને તેને જોઈતી વસ્તુ ન અપાવો તો જીદે ચડીને ઉગ્ર બોલાચાલી કરતા ત્રસ્ત માતાએ આખરે પોતાના બાળકને જેમનું વ્યસન છોડાવવા માટે અભયમ ની મદદ લીધી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી કે તે આ ગેમના કારણે માનસિક રીતે અસ્વસ્થ ન થઈ જાય.
અકોટા વિસ્તારમાં રહેતી એક મહિલાએ અભયમને કોલ કરીને જણાવ્યું હતું કે તેઓ ત્રણ વર્ષ પહેલાં જ તેના પતિથી અલગ થઈ ગયા હતા અને તેના પંદર વર્ષીય દીકરા સાથે માતાના ઘરે રહે છે તેઓ નોકરી કરીને પોતાના દીકરાને ભણાવે છે અને ઘરમાં પણ મદદરૂપ થાય છે પરંતુ દીકરો સતત મોબાઇલમાં ગેમ રમ્યા કરે છે અડધી રાત સુધી પણ તે મોબાઇલમાં ગેમ રમ્યા કરે છે. હવે તેને બોડી બનાવવાનો શોખ થતા તેને હવે ડમ્બલ્સ જોઈએ છે અને જો આપીએ તો તે જીદ કરીને ઝઘડો કરે છે. માત્ર 15 વર્ષનો હોવા છતાં પણ નાના ને મામા નું ઘર છોડીને અલગથી રહેવા માટેની પણ જીદ કરતો હોવાથી આખરે ત્રસ્ત માતાએ આ બનાવ અંગે અભયમની મદદ માંગી હતી. જેથી ટીમે બાળકનું કાઉન્સિલિંગ કરીને સમજાવ્યું હતું કે, આવી રીતના આખો દિવસ ગેમ નહીં રમવાની અને ભણવામાં ધ્યાન આપવાનું અને કોઈપણ વસ્તુની જીદ નહીં કરવાની. બોડી બનાવવાની આ તારી ઉંમર નથી પહેલા ભણવામાં ધ્યાન આપ પછી મોટો થઈ બોડી બનાવજે અને કોઈ પણ વસ્તુની માંગ ખોટી કરવાની નહીં અને કોઈ પણ જાતની જીદ કર્યા વગર સારી રીતના રહેવાનું અને ગાળો પણ બોલવાની નહિ. ત્યારબાદ દીકરાએ માતા નાની અને મામા પાસે માફી માંગી અને કીધું કે હવે પછી આવું નહીં કરું અને ભણવામાં ધ્યાન આપીશ તેવી ખાતરી આપી હતી.

Most Popular

To Top