Vadodara

શહેરમાં પેકીંગ વાળું પાણી અને દૂધની ચીજવસ્તુઓ પણ ખાવાલાયક નથી

  • પાલિકાએ લીધેલા 8 નમૂનાઓ નાપાસ થયા
  • શું ખાવું અને શું ન ખાવું તેના ઉપર પણ પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પનીર,ખાદ્ય  તેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી જેમાં વિવિધ 8 નમૂના નાપાસ થયા છે.

વડોદરા શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પનીર, ખાદ્ય  તેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટ વગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.  ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા  સનફાર્મા રોડ, હરણી, તરસાલી, અલકાપુરી, મકરપુરા રોડ, ગોલ્ડન ચોકડી સહિતના  વિસ્તારોમાં આવેલ ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટમાંથી 8  નમુના લીધા હતા અને  ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી ખાતે પૃથક્કરણ માટે મોકલ્યા હતા જેના રીપોર્ટમાં આ નમૂના  અપ્રમાણસરના જાહેર થયા છે . જે તમામ 8 નમુના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા  છે. પાલિકા દ્વારા  વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નાપાસ થયેલા નમૂનાઓ

  1. રમેશ ચંદ્ર શર્મા, સંગમ હોટલ, ગોલ્ડન ચોકડી – કપાસિયા તેલ – સબ સ્ટાન્ડર્ડ
  2. હાર્દિક શેઠ, સેફાયર ફુડ્સ ઇન્ડિયા લી. (પીઝા હટ), બરોડા ક્રોસ વે – મલાઈ પનીર – સબ સ્ટાન્ડર્ડ
  3. જીગ્નેશ રંયાની, શ્રી ઘનશ્યામ ડેરી ફાર્મ, મકરપુરા – દહીં ( લુઝ) – સબ સ્ટાન્ડર્ડ
  4. કવિતા અલ્વા ,  રેસ્ટોરન્ટ, અલકાપુરી – પનીર ( લુઝ) – સબ સ્ટાન્ડર્ડ
  5. મંગીલાલ ડાંગી , સાંવરિયા ડેરી, તરસાલી – ગાયનું દૂધ ( લુઝ) – સબ સ્ટાન્ડર્ડ
  6. સોનુ અથવાની , ભાનુ સેલ્સ, હરણી – પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટર (યશ) – સબ સ્ટાન્ડર્ડ
  7. સોનુ અથવાની , ભાનુ સેલ્સ, હરણી – પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટર વિથ એડેડ મિનરલ્સ (વેલસન ) – સબ સ્ટાન્ડર્ડ
  8. સુરેશ બલઈ, બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમ, સનફાર્મા રોડ  – આઈસ્ક્રીમ(અંજીર)(લુઝ) – સબ સ્ટાન્ડર્ડ

Most Popular

To Top