Vadodara

હનુમાન જયંતી નિમિત્તે 22 રાજમાર્ગો ને પ્રતિબંધિત જાહેર કરાયા ,વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ

  • જાહેર જનતાને અગવડ ન પડે માટે પોલીસ કમિશનરે વૈકલ્પિક માર્ગનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

વડોદરા શહેરમાં આવતીકાલે શ્રી હનુમાન જયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોમાંથી શોભા યાત્રાઓ નીકળનાર છે. જેમાં ખાસ કરીને શહેરના ફતેપુરા મેઇન રોડ વિસ્તારમાંથી શોભાયાત્રા સાંજના 5 કલાકે નીકળી ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા,ચાંપાનેર દરવાજા,માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, પદ્માવતી ત્રિકોણથી જમણી બાજુ વળી, ગાંધીનગર ગૃહ જ્યુબિલિ બાગ પાર્ક સર્કલથી,ભક્તિ સર્કલથી સીધા રોકડનાથ હનુમાનજી મંદિર પૂર્ણ થશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરના ભાવિક ભક્તો જોડાય છે. જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી શહેર પોલીસ કમિશનરે નો-પાર્કિંગ, વૈકલ્પિક વ્યવસ્થા અને એક્સેસ પોઇન્ટ અંગે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આવતીકાલ બપોરે ત્રણ કલાકથી ફતેપુરા મેઇન રોડ વિસ્તારની શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે વિવિધ 22 રસ્તા પ્રતિબંધિત જાહેર કરી આ માર્ગ પરના વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

નો પાર્કિંગ અંગે (શહેરી વિટકોસ બસ સેવા સહિત) પ્રતિબંધિત રસ્તો

– સંગમ ચાર રસ્તાથી વિજયનગર ચાર રસ્તા થઇ માંડવી તરફ આવી જઇ શકશે નહીં.

– વિજયનગર ચાર રસ્તાથી કુંભારવાડા પોલીસ સ્ટેશન થઇ માંડવી તરફ જઈ શકશે નહીં.

– કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં.

– ભુતડીઝાંપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જઇ શકાશે.

-વારસીયા, બાલા હનુમાન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં.

-જુના આર.ટી સર્કલ થી ફતેપુરા ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં.

– ભક્તિ સર્કલથી કાલુપુરા રોડ થઇ, અડાણીયા પુલ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં.

– ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તાથી સરસીયા તળાવ થઇ અડાણીયાપુલ ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં.

– ભકિત સર્કલથી રોકડનાથ પોલીસ ચોકી થઈ ચાંપાનેર દરવાજા તરફ જઈ શકાશે નહીં.

– તાલુકા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા ચાંપાનેર દરવાજા તરફ જઇ શકારો નહીં.

– પ્રાણીગેટ દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં

– ગેંડીગેટ દરવાજાથી માંડવી તરફ જઈ શકાશે

-વહેરીપુરા દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.

– ગાંધીનગરગૃહથી વહેરીપુરા દરવાજા તરફ જઇ શકાશે નહીં.

– વિરભગતસિંહ ચોક થી પદમાવતી ત્રિકોણ થઇ,ગાંધીનગરગૃહ તરફ તેમજ લહેરીપુરા દરવાજા તરફ જઈ શકાશે નહીં.

– માર્કેટ ચાર રસ્તાથી વિરભગતસિંહ ચોક

– દાંડીયાબજાર ચાટ રસ્તાથી લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા તરફ જઈ શકાશે નહીં.

– ટાવર ચાર રસ્તાથી જયુબીલીબાગ સર્કલ તરફ જઈ શકાશે નહીં

– કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તાથી ભકિત સર્કલ તરફ જઇ શકાશે નહીં

– અડાણીયાપુલ ચાર રસ્તાથી કાળુપુરા રોડ, ભક્તિ સર્કલ તરફ જઇ શકાશે નહી રર ચાંપાનેર ચોકી નાકાથી નવાબજાર રોક થઇ.

વૈકલ્પિક વ્યવસ્થા

-સંગમ ચાર રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા તરફ તેમજ ગધેડા માર્કેટ ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે

– વિજયનગર ચાર રસ્તાથી મંગલેશ્વર ઝાંપા ત્રણ રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી તુલસીવાડી મંદિર રોડ તુવસીવાડી બ્રિજ થઇ. જે તે તરફ જઇ શકાશે.

– ભુતડીઝાંપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન થઇ, જે તે તરફ જઈ શકાશે.

– વારસીયા બાલા હનુમાન ત્રણ રસ્તાથી જુના આર.ટી.ઓ સર્કલ થઇ સાધુવાસવાની ચોક ત્રણ રસ્તા થઇ જે તે તરફ જઈ શકાશે

– જુના આર.ટી.ઓ સર્કલ થી સાથુવાસવાની ચોક ત્રણ રસ્તા થઇ વી.આઇ.પી રોડ થઇ. જે તે તરફ જઇ શકાશે. ભકિત સર્કવથી કારેલીબાગ પોલીસ સ્ટેશન નાગરવાડા ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.

– ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તાથી ગયેડા માર્કેટ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.

– ભક્તિ સર્કલથી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ તથા ગાંધી નગરગૃહ સર્કલ થઇ જયુબીલીબાગ સર્કલ, ટાવર ચાર રસ્તા થઇ, જે તે તરફ જઈ શકાશે.

– તાલુકા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી બજબડી ત્રણ રસ્તા થઇ. ઠેકરનાથ સ્મશાન થઇ જે તે તરફ જઈ શકાશે

– પાણીગેટ દરવાજાથી જુના પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા થઇ, હરણખાના રોડ ગાજરાવાડી પાણીની ટાંકી ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે. ગેંડીગેટ દરવાજાથી સંત કબીર રોડ થઈ સાથના સિનેમા, પથ્થરગેટ રોડ થઇ જે તે તરફ શકાશે

– બહેરીપુરા દરવાજાથી સાથેના ટોકીઝ ત્રણ રસ્તા થઈન્યુ લહેરીપુરા રોડ તરફ તથા પથ્થરગેટ રોડ, રાજમહેલ રોડ થઈ, જે તે તરફ જઈ શકશે.

– ગાંધીનગરગૃહથી જયુબીલીબાગ સર્કલ, ટાવર ચાર રસ્તા થઇ. જે તે તરફ જઈ શકશે વિરભગતસિંહ ચોકથી પથ્થટગેટ રોડ થઇ, જે તે તરફ જઈ શકશે.

– માર્કેટ યાર રસ્તાથી દાંડીયાબજાર ચાર રસ્તા વેરાઇમાતા ચોક તથા કિર્તિસ્થંભ સર્કલ થઇ, જે તે તરફ જઈ શકશે

– ફાયર બ્રિગેડ ચાર રસ્તાથી દાંડીયા બજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા તથા દાંડીયા બજાર રોડ થઇ. જે તે તરફ જઈ શકશે.

– દાંડીયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા તથા દાંડીયાબજાર રોડ થદા જે તે તરફ જઈ શકશે. ટાવર ચાર રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા, ઠાંડીયાબજાર

– ચાર રસ્તા કોઠી ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા તરફ તેમજ કાસમઆલા ચાર રસ્તા થઇ જે તે તરફ જઈ શકાશે

– અડાણીયાપુલ ચાર રસ્તાથી ઠેકરનાથ સશાન ત્રણ રસ્તા ગયેડમાર્કેટ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકારી ચાંપાનેર ચોકી નાકાથી ચાંપાનેર દરવાજા નાની છીપવાડ થઇ જે તે તરફ જઇ શકાશે

એકસેસ પોઇન્ટ

અડાણીયાપુલ ચાર રસ્તા :- પાણીગેટ દરવાજાથી અજવબડીમીલ સરસીયા તળાવ રોડ થઇ, અડાણીયાપુજ ચાર રસ્તા થઈ, ભકિત સર્કલ થઇ જે તે તરફ જતાં વાહનોને અડાણીયાપુલ ચાર રસ્તા ફક્ત એકસેસ પોઇન્ટ ( રોડ ક્રોસ) આપવામાં આવેલ છે (શોભાયાત્રાના રૂટ ઉપર જઈ શકશે નહીં તેમજ શોભાયાત્રા જયુબિલીબાગ સર્કલ તરફ આવી ગયા બાદ તમામ પ્રકારના વાહનો કાલુપુરા રોડ થઈ ભક્તિ સર્કલ તરફ જઇ શકશે નહીં. ઉપરોકત એકસેસ પોઇન્ટ ઉપર જરૂરીયાત મુજબ ચાલુ બંધ કરવામાં આવશે. ઉપરોકત જણાવેલ રૂટ ઉપરની ગલીઓમાંથી આવતાં વાહનો શોભાયાત્રાના રૂટ ઉપર અવર જવર કરી શકશે

Most Popular

To Top