National

વલસાડ એક્સપ્રેસમાં આગ ઓલવવા જતા બ્લાસ્ટ, એક RPF જવાનનું ઘટના સ્થળે મોત

નવી દિલ્હી: વલસાડથી (Valsad) મુઝફ્ફરપુર (Muzaffarpur) જતી એક્સપ્રેસ ટ્રેનમાં (Express train) આજે દુ:ખદ ઘટના બની હતી. આ ટ્રેનમાં આજે આગ (Fire) લાગી ગઇ હતી. જેના કારણે પ્લેટફોર્મ ઉપર અફરા તફરી મચી હતી. તેમજ ભારે જહેમત બાદ આગને ઓલવવામાં આવી હતી. પરંતુ આગ ઓલવવા માટે ઘટના સ્થળે પહોંચેલ આરપીએફના એક કોન્સેબલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વલસાડથી મુઝફ્ફરપુર જતી એક્સપ્રેસ ટ્રેન ટ્રેન જ્યારે મુઝફ્ફરપુર પહોંચી હતી, ત્યારે ટ્રેનની એક બોગીમાં શોર્ટ શર્કીટ થયા બાદ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ઘટના સ્થળે RPF જવાનો પહોંચ્યા હતા. આ જવાનો પૈકી એક જવાની અગ્નિશામક સિલિન્ડરથી આગ બુજાવવાનું શરૂ કર્યું હતું તેમજ સિલિન્ડર બ્લાસ્ટ થતા તેનું મોત નીપજ્યુ હતું.

મળતી વિગતો પ્રમાણે બોગીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તેમજ આરપીપીએફની ટીમે આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે કોન્સ્ટેબલ વિનોદ કુમારે નાના ફાયર સિલિન્ડર વડે આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન આગના સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. તેમજ ચકચારી મચી ગઇ હતી. બ્લાસ્ટ બાદ રેલ્વે અધિકારીઓએ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર લેવા પહેલાં જ ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ એક્સપ્રેસ આજે સોમવારે સવારે સાડા છ વાગે મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર આવી હતી. અહીં આવ્યાના થોડા જ સમયમાં આ ટ્રેનના એસ-આઠ નામના ડબ્બાના શૌચાલયમાં આગ લાગી હતી. આગની ખબર મળતાની સાથે રેલ્વે અને આરપીએફની ટીમ આગને કાબુમાં લેવા માટે પહોંચી હતી.

આગની કાબુમાં લેવાની આ પ્રોસેસમાં એક ફાયર સિલિન્ડર ખતમ થઈ ગયો હતો. પરંતુ જ્વાળાઓ ઓછી થવાનું નામ નહોતી લેતી. દરમિયાન વિનોદ કુમારે અન્ય ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ત્યારે સિલિન્ડરનું લોક ખોલતાની સાથે જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં વિનોદ કુમારનું મોત થયું હતું.

મૃતક બે વર્ષથી મુઝફ્ફરપુરમાં પોસ્ટેડ હતા
આરપીએફએ મૃતક વિનોદ કુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના અંગે આરપીએફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કોન્સ્ટેબલ વિનોદ કુમાર બે વર્ષથી મુઝફ્ફરપુર આરપીએફ પોસ્ટમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. તેઓ આરા નગર વિસ્તારનો રહેવાસી હતા. તેમજ આ ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

Most Popular

To Top