Vadodara

અસહ્ય દુખાવો અને શરીર ઠંડું પડી ગયું ત્યાં સુધી ડોક્ટરે સારવાર ના આપી, ગર્ભસ્થ શિશુ અને માતા બન્નેના મોત

પ્રેગનેન્સીમાં મુશ્કેલી હોવાના કારણે બે દિવસથી સુભાનપુરાની બાલાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી મહિલા

બાલાજી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠાવતા આખરે પેનલ પોસ્ટમોર્ટમ કરાયું

વડોદરા, તા. ૨૩

ગોત્રી રોડ વિસ્તારમાં રહેતી મહિલાને નવ મહિના પૂર્ણ થવાને થોડા જ દિવસો બાકી હતા ત્યારે તેને બે દિવસ પહેલા દુઃખાવો ઉપડતા પતિ તેને સારવાર માટે સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને કોઈ પણ સારવાર વગર માત્ર ગેસ થયો હોવાના આધારે ઈન્જેકશન આપવામાં આવતા હતા. ગત રાત્રી દરમ્યાન તેનું શરીર ઠંડું પડી જતા પતિએ તાત્કાલિક ડીલીવરી કરવા માટેની વિનંતી પણ કરી હતી. પરંતુ હોસ્પિટલની બેદરકારીના કારણે તેઓએ કોઈ જ પગલા ન લેતા આખરે તેના ધબકારા બંધ થઈ ગયા હતા. માતાનું મૃત્યુ થયું હતું પરંતુ બાળકના ધબકારા ચાલુ જ હતા. પરંતુ ડોક્ટરે કોઈ પગલા ન લેતા બાળક પણ ખોવાનો વારો આવ્યો તેવો આક્ષેપ મહિલાના પતિએ લગાવ્યો હતો.

ગોત્રી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય અંકિતા મયુર ડીહિંગીયાને આઠ મહિના અને 22 દિવસનો ગર્ભ હતો. જેથી તેમના પતિ મયુરે તેઓને ગત બે દિવસ અગાઉ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં હોસ્પિટલમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રોબ્લેમ સીરિયસ હોવાથી તેની આજે જ ડિલિવરી કરી દેવામાં આવે તે માટે બે યુનિટ બ્લડ પણ મંગાવવામાં આવ્યું હતું. તેઓ દ્વારા ઇન્દુ બ્લડ બેન્કમાંથી બ્લડ પણ લઈ આવ્યા હતા પરંતુ ઓપરેશન કરવામાં ન આવ્યું હતું જેથી તેમની પત્ની અંકિતા ને મુશ્કેલીઓ વધી ગઈ હતી જેથી તેઓ આખરે ગુસ્સે ભરાતા નર્સ તેઓને આઈસીઓમાં લઈ ગઈ હતી . જ્યાં લઈ જતા પહેલા જ તેના મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું હતું. જેથી ગભરાયેલા સ્ટાફ દ્વારા સતત તેને પંપિંગ આપવામાં આવી રહ્યું હતું તે છતાં પણ મારી પત્ની બચી ન હતી હોસ્પિટલની બેદરકારીના કારણે અને પેશન્ટ માટેની નિષ્કાળથી ના કારણે મારી આઠ વર્ષની પુત્રીને માતા  ખોવી પડી હતી અને મને પત્ની સાથે જ મારા બાળકને પણ ખોવ નો વારો આવ્યો છે તેમ મયુરે જણાવ્યું હતું. બેદરકારીના કારણે આ પરિસ્થિતિ ઉભી થતા હોસ્પીટલમાં હોબાળો મચ્યો હતો. જેને કારણે ગોરવા પોલીસે એડી દાખલ કરીને મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કારવ્યું હતું.

૮ વર્ષથી અમારી પાસે જ તેમની સારવાર ચાલતી હતી. – ડૉ. એ. આર. આયંગર

સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પીટલના ડૉ. એ. આર. આયંગરે જણાવ્યું હતું કે , તેઓ અમારી પાસેથી આંઠ વર્ષથી સારવાર મેળવી રહ્યા છે. તેમનું પહેલું સંતાન પણ આ જ હોસ્પિટલમાં થયું હતું. હાલ આ પ્રેગનેન્સી  માટેની સારવાર પણ નવ મહિનાથી ચાલી રહી હતી. આજે નવ વાગે અમે ઓપરેશન કરવાના જ હતા પરંતુ તેને ઓ.ટી. માં લઇ જઈએ તે પહેલા જ તેને ગેસના કારણે પિત્ત થઈ ગયું હતું. જેને કારણે મુશ્કેલી વધી ગઈ હતી. ખુબ પ્રયત્ન બાદ પણ અમે બચાવી શક્યા ન હતા.

એફ .એસ.એલ.માં વિસેરા મોકલ્યા છે. – તપાસ અધિકારી

સયાજી હોસ્પીટલમાં પેનલ પી.એમ. કરવ્યા બાદ દસ દિવસે રીપોર્ટ આવશે. સાથે જ અમારા દ્વારા એફ.એસ.એલ.માં વિસેરાના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. પરિણામ બાદ મૃતકના પરિવારજનોની મરજી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જો કઈ શંકાસ્પદ લાગશે તો ફરિયાદ પણ નોધીશું તેમ ગોરવા પોલીસ મથકના તપાસ અધિકારીએ જણવ્યું હતું.   

Most Popular

To Top