World

6.3ની તીવ્રતાથી તાઈવાન 9 મિનિટમાં 5 વાર ધ્રૂજ્યુ, 6 કલાકમાં 80થી વધુ આંચકા અનુભવાયા

નવી દિલ્હી: તાઈવાનમાં (Taiwan) ભૂકંપના આંચકા વધી રહ્યા છે. એક જ મહિનામાં અહીં બે ભયાનક ભૂકંપ (Earthquake) આવ્યા હતા. અગાવ આવેલ ભૂકંપ બાદ ફરી એકવાર સોમવારે 22 એપ્રિલે એક જ મહિનામાં બીજી વખત (Another Time) આ ટાપુ દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઇ કાલે તાઇવાનની ધરતી 9 મિનિટમાં પાંચ વખત ધ્રૂજી હતી.

તાઈવાનના પૂર્વીય શહેર હુઆલીનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. જો કે હાલમાં જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. ભૂકંપ આવતા જ લોકો ઘર છોડીને બહાર દોડી આવ્યા હતા. રસ્તા પર દોડતા વાહનો વિવિધ સ્થળોએ થંભી ગયા હતા. સિસ્મોલોજી વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 10 કિમી (6.2 માઈલ) ભૂગર્ભમાં હતી. આ કારણથી ભૂકંપના કારણે વધારે નુકસાન થયું નથી.

આ સાથે જ ભૂકંપ દરમિયાન દેશના પૂર્વ કિનારે સોમવારે સાંજે 5 થી રાતના 12 વાગ્યાની વચ્ચે 80થી વધુ આંચકા અનુભવાયા હતા. આમાંથી મોટાભાગની તીવ્રતા 6.3 અને 6 નોંધાઈ હતી. ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યાની આસપાસ થોડી-થોડી મિનિટોના અંતરે આ આંચકાઓ અનુભવાયા હતા. તેમજ આ આંચકો જ્યારે અનુભવાયા ત્યારે તાઈવાનમાં મધરાતના 2:26 અને 2:32 વાગ્યા હતા. આ ભૂકંપ બાદ રાજધાની તાઈપેઈમાં પણ ઈમારતોમાં આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકાઓ મોટા પ્રમાણમાં ગ્રામીણ પૂર્વીય કાઉન્ટી હુઆલીન પર કેન્દ્રિત હતા, જ્યાં 3 એપ્રિલે 7.2 તીવ્રતાના ભૂકંપ બાદ લગભગ 14 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારથી તાઇવાને સેંકડો આંચકાઓ સહન કર્યા છે.

અગાઉ 3 એપ્રિલે આવેલા 7.4 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હ્યુઆલીન હતું, જેના કારણે ભૂસ્ખલન થયું હતું. આ પછી, પર્વતીય વિસ્તારની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને મુખ્ય શહેર હુઆલીનની ઇમારતોને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું.

તાઈવાનમાં આટલા બધા ધરતીકંપો શા માટે આવે છે?
વૈજ્ઞાનિકોના મતે તાઈવાન બે ટેકટોનિક પ્લેટના જંક્શન પાસે આવેલું છે, જેના કારણે ત્યાં વારંવાર ભૂકંપ આવે છે. એટલું જ નહીં, તાઈવાનની આસપાસ જાપાન, ચીન અને કોરિયામાં પણ વારંવાર ભૂકંપ આવે છે, જેના કારણે ત્યાંના લોકોને જાન-માલનું ભારે નુકસાન વેઠવું પડે છે.

Most Popular

To Top