Vadodara

વડોદરા : ફતેપુરા મંદિર પાસે હનુમાન જન્મોત્સવમાં ફટાકડા ફોડનારને પોલીસ લઇ જતા ભારે ઉહાપોહ

મંદિરના ભક્તો સહિતના લોકોએ પોલીસને ઘેરી લીધી, એક તબક્કે શોભાયાત્રા પણ રોકવી પડી

(પ્રતિનિધિ) વડોદરા તા.23

હનુમાન જયંતિ નિમિતે શહેરમાંથી શોભાયાત્રા નીકળનારી હોય પોલીસ દ્વારા ફટાકડા ફોડવા તથા સ્પીકર જોરશોરથી વગાડવા મનાઇ ફરમાવી હતી. તેમ છતાં ફતેપુરા મંદિરના પુજારીએ ફટાકડા ફોડી સ્પીકર વગાડતા પોલીસે તેને પકડ્યો હતો. જેથી મંદિરના ભક્તો સહિતના લોકોએ પોલીસને ઘેરી લીધી હતી અને ભારે ઉહાપોહ મચાવ્યો હતો. જેને લઇને આવેલી શોભાયાત્રાના પણ રોકવી પડી હતી.

સંસ્કારનગરી વડોદરામાં પરંપરા મુજબ હનુમાન જન્મોત્સવ નિમિતે સિટી વિસ્તારમાં ભવ્ય હનુમાનજીની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે.ગત વર્ષે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભારે પથ્થરમારો કરીને કોમી છમકલુ કર્યું હતું. જેથી  વર્ષે પણ કોઇ છમકલુ ન થાય માટે લો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. ઠેર ઠેર પોલીસ કર્મચારીઓ શોભાયાત્રા સાથે જોવા મળ્યા હતા. ત્યારે ફતેપુરા ચાર રસ્તા પાસેના મહાદેવના મંદિરના પુજારીએ સ્પીકર પર ગીત વગાડી રોડ પર ફટાકડા ફોડ્યા હતા. જેને લઇને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી અને પુજારીને સિટી પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. જેના પગલે મંદિરના અન્ય ભક્ત સહિતના લોકો દ્વારા પોલીસને ઘેરી લીધી હતી અને ઉહાપોહ મચાવી દીધી હતી. જોકે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મંદિરના પુજારીને માત્ર લઇ જવામા આવ્યા હતા. તેની સામે કોઇ ફરિયાદ કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top