Charotar

ચૈત્રી પૂર્ણિમાના અવસરે ડાકોરના ઠાકોરે મોરમુગટ ધારણ કર્યો

(પ્રતિનિધિ) ડાકોર તા. 23
ચૈત્રી પૂર્ણિમાના અવસરે યાત્રાધામ ડાકોરના ઠાકોરને આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા. પરોઢિયે મંગળા આરતી બાદ ઠાકોરજીને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ આભૂષણોના શ્રુંગાર સાથે શ્રીજીને મોરમુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો. આજે ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જયંતિના પાવન પ્રસંગે ઠાકોરજીના દિવ્ય દર્શન માટે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો. આ પ્રસંગે જય રણછોડના જયકારાથી મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદ સહિત વિવિધ સ્થળોએથી આવેલા સંઘોએ મંદિરના શિખર પર ધજા ચડાવી દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. આજે વહેલી સવારથી રાત્રિના દર્શન બંધ થયા ત્યાં સુધી મંદિર પરિસરમાં લાખો શ્રદ્ધાળુએ શ્રીજીના અમૂલ્ય દર્શનનો લ્હાવો લઈ કૃતજ્ઞતા અનુભવી હતી.

Most Popular

To Top