Gujarat

‘ઓપરેશન ભાજપ’ હેઠળ કાલથી રાજ્યભરમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરાશે

ગાંધીનગર: (gandhinagar) પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ (Shatriya Samaj) વચ્ચેનો વિવાદ હવે વધુ આક્રમક બન્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલન પાર્ટ-ટુ ની જાહેરાત 20 મી તારીખે કરવામાં આવી હતી. આ જાહેરાતના ભાગરૂપે આવતીકાલ તારીખ 24મી એપ્રિલથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થશે. આ ધર્મરથના માધ્યમથી ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને આહવાન કરશે.

  • ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્રો તથા પવિત્ર યાત્રાધામ ખાતેથી ધર્મરથ પ્રસ્થાન કરશે
  • ભાજપ વિરુધ્ધ મતદાન કરાવવા યુવકો કટિબદ્ધ
  • ક્ષત્રિય સમાજની બહેનો રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહી છે

ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહને જણાવ્યું હતું કે પાર્ટ-ટુ ઓપરેશન ભાજપ પૂરજોશમાં, નક્કી કરેલા કાર્યક્રમ મુજબ સ્વયંભૂ આગળ વધી રહ્યું છે. ગામે ગામ રાત્રી સભાઓ યોજાઇ રહી છે. આ સભામાં ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ ભાગ લઈ રહ્યા છે. નારી શક્તિનું અપમાન નહીં સહેગાના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય અસ્મિતા આંદોલન હવે વેગવંતુ બની ચૂક્યું છે. ગામે ગામ ક્ષત્રિય સમાજના લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજની બહેનો રાજ્યભરમાં ઠેર ઠેર છેલ્લા ચાર દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહી છે. આ આંદોલનને જબરજસ્ત સફળતા મળી રહી છે. મહિલાઓની સાથે અન્ય સમાજની મહિલાઓ પણ જોડાઈ રહી છે.

આંદોલન પાર્ટ-ટુ ના નક્કી થયેલા ઓપરેશન ભાજપના કાર્યક્રમો મુજબ આવતીકાલ તારીખ 24મી એપ્રિલના રોજ ક્ષત્રિય સમાજના આસ્થાના ધાર્મિક કેન્દ્રો તેમજ પવિત્ર યાત્રાધામના સ્થળોએથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થશે. આ ધર્મરથ તેના નિયત રૂટ અને નક્કી કરેલા સ્થળો ઉપર ફરશે. આ તમામ કાર્યક્રમોની રૂપરેખા નક્કી થઈ ગઈ છે. ધર્મરથના રુટ પણ નક્કી થઈ ગયા છે, તે મુજબ આવતીકાલે રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થશે. આ ધર્મરથ થકી ક્ષત્રિય સમાજ અન્ય સમાજના લોકોને સાથે રાખી ભાજપનો વિરોધ કરી ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે માટે લોકોને આહવાન કરશે.

સુરેન્દ્રનગર જિલ્લાના 30થી વધુ ગામોમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે
આવતીકાલથી રાજ્યભરમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ 30થી વધુ ગામોમાં આ ધર્મરથ ફરશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકોને પણ સાથે લઈને ધર્મરથ આગળ વધશે. બુથ લેવલ સુધીની મેનેજમેન્ટની કામગીરી ક્ષત્રિય સમાજ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા સમગ્ર જિલ્લાભરમાં બુથ લેવલની કમિટીઓની રચના થઈ ગઈ છે. આ યુવકો ભાજપ વિરુદ્ધ મોટી સંખ્યામાં મતદાન કરે તે માટેના પ્રયાસો કરશે. સાથે જ લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા બુથ સુધી લઈ જશે. આ તમામ રણનીતિ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

Most Popular

To Top