Charotar

કરમસદ – આણંદ મહાનગરપાલિકાના વોર્ડ 1 અને 7માં ભગવો લહેરાયો

વોર્ડ નં.1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય
જયંતિભાઈ ચૌહાણ સૌથી વધુ 5219 મતો સાથે વિજેતા બન્યા

(પ્રતિનિધિ) આણંદ તા.28
કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026ની ચૂંટણીના મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પક્ષે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, આ વોર્ડની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.
કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર થયેલા ચૂંટણી પરિણામો મુજબ વોર્ડ નંબર 1માં કુલ 39,336 મતોનું મતદાન થયું હતું, જેમાંથી 29,205 મતો માન્ય ગણવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે 120 મતદારોએ NOTA (નોટા) નો વિકલ્પ પસંદ કર્યો હતો.
આ પરિણામમાં ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ જયંતિભાઈ સોમાભાઈ ચૌહાણ (ભાજપ): તેઓ અન્ય પછાત વર્ગની અનામત બેઠક પર 5219 મતો મેળવીને વિજયી થયા છે. તેવી જ રીતે નિકિતાબેન ચેતનકુમાર રાઠોડ (ભાજપ) સામાન્ય સ્ત્રી અનામત બેઠક પર 5089 મતો મેળવીને ચૂંટાઈ આવ્યા છે. નિકિતાબેન ભાવિનકુમાર પટેલ (ભાજપ) પણ સામાન્ય સ્ત્રી અનામત બેઠક પર 4976 મતો મેળવીને વિજેતા બન્યા છે. જ્યારે અલ્પેશભાઈ ફતેસિંગ પઢિયાર (કોંગ્રેસ): કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર તરીકે તેઓ બિન અનામત બેઠક પર 5037 મતો સાથે વિજયી થયા છે. સમગ્ર પરિણામ બાદ વોર્ડ નંબર ૧ માં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત વોર્ડ નં.7માં પણ ભાજપના બે ઉમેદવાર વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવાર મયુરભાઈ પટેલને 5119 મત અને પ્રભાત પ્રજાપતિને 6761 મત મળતાં વિજેતા જાહેર કર્યાં હતાં.

Most Popular

To Top