Gujarat Main

બનાસકાંઠા રોડ બન્યો એક્સીડેન્ટ ઝોન: 4 દિવસમાં 5 અકસ્માત, 9ના મોત

ડીસા-પાલનપુર નેશનલ હાઈવે (Disa-Palanpur National Highway) પરથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં બનાસકાંઠા પાસે મળસ્કે 4 વાગ્યે વિચિત્ર અકસ્માત (Accident near Banaskantha) થયું છે. ભોયણ ગામના પાટિયા પાસે થયેલા આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા (2 death) છે. અકસ્માત એટલો વિચિત્ર હતો કે તેમાં 3 વાહનો સળગી ગયા હતા. (3 Vehicles Fire) બે ટ્રક વચ્ચે ફસાયેલી એક રીક્ષા પણ સળગી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેસેલો એક મુસાફર જીવતો જ ભૂંજાઈ ગયો હતો. એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત (4 vehicles collide near Bhoyan village) સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડિવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રિક્ષા ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બંને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ ગઈ હતી.

જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો કાર પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી. આ રીતે ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. જોકે, બંને ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષામાં અચાનક આગ લાગતા ટ્રક, ટ્રેલર અને રિક્ષા ભડભડ સળગવા લાગ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે ધૂમાડાના ગોટેગોટા ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રિક્ષામાં મુસાફરો બેઠેલા હોવાથી તેમજ તેઓ બહાર ન નીકળી શકતા અફડાતફડી સર્જાઇ હતી.

ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા બંને ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ડીસા તાલુક પોલીસ, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જે બાદમાં ક્રેન દ્વારા ટ્રક, ટ્રેલર ખસેડાતા રિક્ષામાં બેઠેલો એક મુસાફર જીવતો ભૂંજાયો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઇકો વાનમાં સવાર મુસાફરો પૈકી એક મુસાફરનું ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની (Accident in Banaskantha) વણઝાર હજુ યથાવત્ છે. ચાર દિવસમાં અલગ-અલગ પાંચ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં (accident) કુલ નવ લોકોનાં કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતોને પગલે જિલ્લા ટ્રાફીક વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ ગયા છે.

Most Popular

To Top