Charchapatra

વિદ્યારૂપી ધન સર્વ ધનોમાં અનોખું અને મહત્ત્વનું છે

એવું કહેવાય છે કે ધનના અલગ અલગ પ્રકાર હોય છે, પરંતુ ધન, દ્રવ્ય કે દોલતની કાંઈ કિંમત કે મહત્ત્વ હોતાં નથી, કિંતુ વિદ્યારૂપી ધન જેની પાસે છે તેની આગળ તમામ ધન વામણા પુરવાર થાય છે. વિદ્યારૂપી ધન પામેલો વ્યક્તિ દુનિયામાં ક્યાંય પાછો પડતો નથી. ભણેલો ગણેલો વ્યક્તિ પત્થરમાંથી પણ પૈસો પેદા કરી શકે છે. બીજા બધા ધન જેની પાસે છે તે ધનની ચોરી થવાની, પાયમાલ થવાની, ઝઘડા થવાની,  ભાઈઓ ભાગ માંગવાની, રાજાનો કર લાગવાની ભીતિ રહેલી હોય છે.

જ્યારે જેની ઉપર સરસ્વતી માતાની કૃપા તથા મહેર છે અને જેની પાસે વિદ્યારૂપી ધનનો સંચય છે તેમાં કોઇ ભાર લાગવાનો નથી, તેને સાચવવાની કોઈ ચિંતા રહેતી નથી. ભાઈભાંડુઓ ભાગલાગ માગી શકતા નથી, ચોર લૂંટારા ચોરી કરી શકતા નથી. આ ધન ક્યાંય ખોવાઈ જતું નથી, રાજાનો કર કે લાગો લાગતો નથી. વિદ્યા રૂપી ધન એક એવું ધન છે કે વાપરવાથી કે ઉપયોગ કરવાથી ઘટવાના બદલે વધે છે. એથી જ કોઈ લેખકે લખ્યું છે કે “ વાપરતાં આ વિશ્વમાં ધન બધું ખૂંટી જાય, વિદ્યા વાપરતાં વધે તે અચરજ કહેવાય “. 
હાલોલ   – યોગેશ આર. જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top