તળાવ નજીકના વિસ્તારમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ
ગામલોકોએ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી
માહિતી મળતા જ પ્રવીણ મહારાજ અને કિશોરભાઈ દરજીની ટીમ દોડી આવી
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી
પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગે સંયુક્ત રેસ્ક્યુ હાથ ધર્યું
આશરે 8 ફૂટ લાંબા મગરને સલામત રીતે પકડી પાડવામાં સફળતા
રેસ્ક્યુ દરમિયાન કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહીં
પકડાયેલા મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો
સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો