સુરત: ડ્રગ્સના (Drugs) દૂષણને જડમૂળમાંથી ડામવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) કટિબદ્ધ છે અને તેનું જ પરિણામ છે કે ગુજરાત પોલીસે વીતેલા...
કન્યાકુમારી(Kanyakumari): કોંગ્રેસ નેતા(Congress Leader) રાહુલ ગાંધી(Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra)ને લઈને નવો વિવાદ(Controversy) ઉભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી...
લંડન: બ્રિટનની રાણી એલિઝાબેથ II નું 8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષની વયે અવસાન થયું છે. રાણી એલિઝાબેથ 1952માં સિંહાસન પર આવી...
અમદાવાદ: મોંઘવારી (Inflation) અને બેરોજગારીના મામલે કોંગ્રેસ (Congress) દ્વારા સરકારને ઘેરવાની નીતિએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે કોંગ્રેસ દ્વારા બપોરે 12...
સુરત: શુક્રવારે અનંત ચૌદશના રોજ શહેરના 19 કૃત્રિમ ઓવારામાં 5 ફૂટથી નાની 53 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે,...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર-રાજ્ય(Centre-State) વિજ્ઞાન પરિષદ(Science Council)નું ઉદ્ઘાટન(Inaugurated) કર્યું હતું. અમદાવાદ(Ahmedabad)ના સાયન્સ સિટી ખાતે બે દિવસીય...
પલાઉ(Palau): પશ્ચિમ પેસિફિક મહાસાગર(west pacific ocean)માં સ્થિત પલાઉ(Palau)માં શનિવારે સવારે 5.01 કલાકે ભૂકંપ(Earthquake) આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી....
સુરત: શહેરમાં ગણેશ ઉત્સવ જેવા તહેવારોની અસસ્લ મજા તો કોટ વિસ્તારમાં જ આવે એ તો માનવું જ પડે છે. જ્ઞાન સાથે ગમ્મતની...
ઝુરિચ: ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંક એથ્લેટ નીરજ ચોપરાએ અહીં પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ફાઇનલ્સ ટાઇટલ જીતીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે....
સુરત: લિંબાયતમાં રહેતી એક સગીરાનો ભાઇ (Brother) જેલમાં (Jail) ગયા બાદ આ સગીરા જે ઘરમાં રહેતી હતી તેના પતિએ જ સગીરાને બીજા...
સુરત: ભેસ્તાન-ઉન પાટિયા ખાતે શેરડીના રસની (Sugercan Juice) લારી ચલાવતા યુવક પાસે ગઈકાલે મધરાતે ત્રણ અજાણ્યાએ સિગારેટની માંગણી કરી ઝઘડો કર્યો હતો....
દુબઈ,: કેએલ રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ટી-20 ઇન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી ફટકારનાર વિરાટ કોહલીને વર્લ્ડકપમાં રોહિત શર્મા...
ઈસ્લામાબાદ: સંયુક્ત રાષ્ટ્રના(United Nations) વડા એન્ટોનિયો ગુટેરેસે (Antonio Guterres) શુક્રવારે શોક વ્યક્ત કર્યો હતો કે કુદરતી આફતો (Natural Disasters) તે દેશો પર...
નવી દિલ્હી: શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે એક્સેશન કાઉન્સિલની બેઠકમાં રાજા ચાર્લ્સને સત્તાવાર રીતે બ્રિટનના (Britain) નવા રાજા (King) તરીકે જાહેર કરવામાં...
મેદિનીનગર,ઝારખંડ: ઝારખંડના (Jarkhand) પલામુ (Palamu) જિલ્લામાં શોરૂમ (Showroom) કમ ગોડાઉનમાં (Godwon) લાગેલી આગમાં (Fair) એક 80 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું અને...
દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ (Olpad) સબ ડિવિઝનના(Sub Division) કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ (Alluminum) વાયરોની(Wires) ચોરીનો...
સુરત: મૂળ ભાવનગરના (Bhavnagar) ગારિયાધારના રૂપાવટી ગામના વતની, ગરીબ પરિવારના (Family) યુવાન વિવેક ગોટી ગોટીની કિસ્મત સુરતમાં (Surat) હીરાની (Diamond) જેમ ચમકી...
ભરૂચ: વાલીયા (Valiya) તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના (Women) પડોશમાં રહેતી કૌટુંબીક બેન કેટલાય સમયથી બીમાર રહે છે. જેથી બીમાર મહિલાના પતિએ...
ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોની (Stray cattle) સમસ્યા ઉકેલવા માટે રાજય સરકાર પગલા ભરી રહી છે , જેના પગલે રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણ...
ગાંધીનગર: ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂ પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને...
ભરૂચ: (Bharuch) વાગરા (Vagra) તાલુકાના મુલેર ગામ પાસે આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને (Truck) અકસ્માત (Accident) નડતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે...
ગાધીનગર: ગુજરાતમાં (Gujarat) ફિલ્મ (Film) શૂટિંગને (Shooting) પ્રોત્સાહન આપવા માટે આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા આવતીકાલે ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર...
દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ સબ ડિવિઝનના કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ વાયરોની (Wires) ચોરીનો ગુનાનો ભેદ...
વલસાડની સિંગર વૈશાલીનો મુખ્ય હત્યારો લુધિયાણાથી પકડાયો વલસાડ: વલસાડના (Valsad) હાઇ પ્રોફાઇલ (Hai Profile) હત્યા (Murder) કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની(Vaishali) હત્યા...
સુરત: ગુરુવાર રાતથી જ શહેરભરમાં વરસાદી માહોલ (Rain) છવાયો છે. ગુરુવારની રાત્રિએ કડાકા ભડાકાભેર મેઘરાજા વરસ્યા હતા. મળતી માહિતી મુજબ શહેરમાં રાત્રિના...
બારડોલી: બારડોલી (Bardoli) શહેર તેમજ તાલુકામાં ભક્તોએ નવ દિવસ પૂજન-અર્ચન કર્યા બાદ શુક્રવારે ગણપતિને( Ganesha) ભારે હૈયે વિદાય આપી હતી. બારડોલી શહેરના...
સેલવાસ-દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની દમણગંગા (Damanganga) નદીની (River) વચ્ચે ઉંચા પથ્થર પર એક વ્યક્તિ લઘુશંકા કરવા અર્થે ગયો હતો. જ્યાં ઉપરવાસમાં...
સુરત: શહેરમાં આજે બેવડી ઋતુનો અનુભવ લોકોએ કર્યો હતો. સવારે તડકો અને બપોર પછી છુટાછવાયા વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આગામી...
સુરત: આજે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે મેઘરાજા (Rain) પણ તેમને વિદાય આપી રહ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે....
અમદાવાદ : પૂર્વ મુખ્યમંત્રી (Former Chif Minester) વિજય રૂપાણીને (Vijay Rupani) મોટી જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત ચૂંટણી પહેલા રૂપાણીની નવી ભૂમિકા સોંપવામાં...
ઓરસંગ નદીમાં પાણી પીવા ઉતરેલા યુવકને મગરે ઊંડા પાણીમાં ખેંચી જતાં કરુણ મોત
Meta માં મોટી છટણીનો એલાન! AI માટે 8,000 કર્મચારીઓને અલવિદા
CBSE 12નું પરિણામ આ દિવસે આવી શકે!
TCS કેસમાં ફરાર નિદા ખાનને શોધવા દોડધામ
કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલને એકબીજામાં ગૂંચવી રહી છે
હરણી રોડની નરનારાયણ સોસાયટીના વીજ પોલ પર શોર્ટ સર્કિટ, આગના ગોળા બનતા લોકોમાં ફફડાટ
સાચી વાત જણાવી દો
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ભાજપમાં બહારથી આવેલાનો દબદબો વધતો જાય છે
નીતીશનું મુખ્યમંત્રી પદથી રાજ્યસભામાં સંક્રમણ?
ગ્વાલિયરમાં દુર્ઘટના: ખુલ્લા સીવર ચેમ્બરમાં પડતા મજૂરનું મોત
રાજધાનીમાં રક્તરંજિત સવાર: પ્રોપર્ટી વિવાદમાં પિતા-પુત્રની નિર્દય હત્યા,આરોપી અસદ ઝડપાયો
શાંતિની શોધમાં
‘દરેક નાની ભૂલ ભારે પડી રહી છે’ સતત હારથી નિરાશ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેનું મોટું નિવેદન
સુરતના વિસરાયેલા વારસાને ઉજાગર કરતું ગુજરાતમિત્ર
કોર્ટની સખ્તાઈ પછી YouTubeમાં આવ્યો મોટો બદલાવ!
અમદાવાદમાં કેપ્ટન શુભમન ગિલનો તોફાની શો
US નાકેબંધી નહીં હટે તો કડક કાર્યવાહી થશે
‘પાણી મારું, ફૂલ તમારું’
ડીગ્રીના ઢગલા, સાચા શિક્ષકોનો અભાવ
વાહનોમાં ‘ડીપર’ શું કામ લગાવવામાં આવે છે?
350 વર્ષ જૂની હવેલીમાં થઈ ‘ભૂત બંગલા’ની શૂટિંગ!
હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકાનો U-ટર્ન
જર્મન મોડેલની ફોટો Like કરવા મુદ્દે વિરાટ કોહલી ટ્રોલિંગમાં
4 હારથી ડગમગાઈ મુંબઈ ઇન્ડિયન્સની નૈયા
શું જુબિન નૌટિયાલે ગુપચુપ કર્યા લગ્ન? બાળપણની પ્રેમિકા સાથે સિક્રેટ લગ્નના સમાચાર વાયરલ
લોકસભા: મહિલા અનામત બિલ 54 મતોથી પસાર ન થઈ શક્યું, સરકાર બિલ પાસ કરાવવામાં નિષ્ફળ
સેફ્ટી એલર્ટ અવગણાયા? વેદાંતા દુર્ઘટનામાં મોટા ખુલાસા, લાપરવાહીના આરોપ બાદ માલિક સામે FIR
KKRને શરૂઆતમાં જ ઝટકો: 2 ઓવરમાં 2 વિકેટ, GT મજબૂત સ્થિતિમાં
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલ્યો: વાણિજ્યિક જહાજો પસાર થઈ શકશે, ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો
સુરત: ડ્રગ્સના (Drugs) દૂષણને જડમૂળમાંથી ડામવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) કટિબદ્ધ છે અને તેનું જ પરિણામ છે કે ગુજરાત પોલીસે વીતેલા એક વર્ષમાં રાજ્યમાં ઘૂસાડવામાં આવેલું 6500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ સાથે જ ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ગેંગના (International Drugs Network) કેટલાંક સાગરિતોને પકડી પાડ્યા છે. દિલ્હી પોલીસ સાથે મળીને પણ ગુજરાત પોલીસે ડ્રગ્સ રેકેટના અનેક ઓપરેશન પાર પાડ્યા છે.
સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વિશ્વના અન્ય દેશોમાં ડ્રગ્સને પેશન સ્ટેટમેન્ટ માનવામાં આવે છે, પરંતુ ભારતમાં તે કાબુમાં છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લાં એક વર્ષથી ડ્રગ્સના દૂષણને જડમૂળમાંથી નાબૂદ કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેને સારી સફળતા મળી છે. વીતેલા એક વર્ષમાં ગુજરાત પોલીસે 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. પત્રકાર પરિષદમાં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ સામેની ઝૂંબેશમાં સારી કામગીરી કરનાર ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા હતા. અહીંથી નહીં અટકતા ગુજરાત પોલીસે ડીઆરઆઈ, દિલ્હી પોલીસ સહિત અન્ય એજન્સીઓ અને અન્ય રાજ્યની પોલીસ સાથે સંયુક્ત ઓપેરશન હાથ ધરી દેશભરમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવાની દિશામાં પ્રસંશનીય કામગીરી કરી હોવાનો ઉલ્લેખ હર્ષ સંઘવીએ કર્યો હતો.
હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસે પાકિસ્તાન બોર્ડર પર હલ્લાબોલ કરી આંતરરાષ્ટ્રી ડ્રગ્સ નેટવર્કને ગુજરાતમાં ઘૂસતા રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તે ઉપરાંત દિલ્હીમાં 1000 કરોડનું અને કલક્તામાં 49 કરોડનું ડ્રગ્સ પકડવામાં ઉત્તમ કામગીરી કરી છે. આંતરરાષ્ટ્ર ડ્રગ્સ નેટવર્કના ભારતના કનેકશન તોડી પાડવા સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગના અફઘાનિસ્તાનના વહલ ઉલ્લા ખાન જેવા ઈસમોને પકડ્યા છે. બગ્ગા ખાનનું ગુજરાતનું ડ્રગ્સ નેટવર્ક પોલીસે તોડી પાડ્યું છે. સંઘવીએ વધુમાં કહ્યું કે, ડ્રગ્સ મામલે હું રાજનીતિ કરતો નથી, પરંતુ છેલ્લાં એક વર્ષમાં ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કામગીરીના આંકડા રાજનૈતિક રીતે ગુજરાત ભાજપની સરકારને બદનામ કરનારાઓ માટે સણસણતા તમાચા સમાન છે.
ગુજરાતને બદનામ કરનારા સાંભળી લે, પંજાબની જેલમાંથી ડ્રગ્સ નેટવર્ક ઓપરેટ થતું હતું: હર્ષ સંઘવી#ગુજરાતમિત્ર #Surat #Drugs #GujaratPolice #HarshSanghvi #HomeMinister #GradPayhttps://t.co/JoyetaM7Gi pic.twitter.com/47nJHgRq2Q
— Gujaratmitra (@Gujaratmitr) September 10, 2022
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, ડ્રગ્સ મામલે ગુજરાતને બદનામ કરનારા સાંભળી લે પંજાબની જેલમાંથી બગ્ગા ખાનની ગેંગ ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટને ઓપરેટ કરતી હતી, જેને ગુજરાત પોલીસે પકડી પાડ્યું હતું. પંજાબ પોલીસે આ મામલે ગુજરાત પોલીસના સહકારની પ્રશંસા કરી હતી.
ગ્રેડ પે એફિડેવીટ મામલે નાણાં વિભાગને રજૂઆત કરાઈ છે: હર્ષ સંઘવી
આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રેડ પેના મામલે પણ પત્રકારો સમક્ષ કેટલાક તથ્યો રજૂ કર્યા હતા. ગ્રેડ પે માટે એફિડેવિટ કરવાના મુદ્દે ગુજરાત પોલીસમાં અસંતોષ છે, તે મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા અંગે ગુજરાત રાજ્યના નાણાં વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. નાણાં વિભાગ તે અંગે મંજૂરી આપશે તેવી અપેક્ષા છે.