Charchapatra

‘પાણી મારું, ફૂલ તમારું’

આપણા દેશના મોટાભાગના કુટુંબોમાં સવારમાં ભક્તિનો માહેલ જોવા મળે છે. ખેડૂતો ખેતરે જતા અગાઉ, વેપારીઓ દુકાને જતા પહેલાં, વિદ્યાર્થીઓ શાળા – કોલેજ જતા અગાઉ, ગ્રહણીઓ ગૃહકાર્ય કરતા અગાઉ અને નોકરિયાતો નોકરીએ જતા પહેલાં પોતાના માનીતા દેવ-દેવીતાં દર્શને જતા હોય છે. તેમાંના કેટલાંક પાણી કે દૂધ લઈ ચઢાવો કરવા જતા હોય છે. આ પૈકી કેટલાક ભક્તો લોટામાં પાણી કે દૂધ લઈને જતી વખતે રસ્તામાં કોઈનાં ઘરના બગીચામાં ઉગેલું ફૂલ વગર રજાએ તોડી લે છે. આ રીતે ઘરમાલિકની વિના પરવાનગીએ પોતાનાં પાણી સાથે ચઢાવેલ ફૂલથી તેમના માતી- લીધેલ  દેવ – દેવી ખુશ થાય કે નાખુશ થાય તે ખબર નથી. પૂરા દેશની વાત કરીએ તો દર અઠવાડિયે હજારો લીટર પાણી કે દૂધનો બગાડ થતો હશે. વિવેકાનંદે કહ્યું છે કે હે હાથ જોડી પ્રાર્થના કરવા કરતાં કોઈની મદદ માટે હાથ લંબાવવો સારી વાત છે. પૂજા, ભક્તિ, દર્શન, વ. લોકો પોતપોતાની માન્યતા પ્રમાણે કરવા હક્કદાર છે. પરંતુ આ પાણી – દૂધનો બગાડ અટકાવી શકાય તો સારું.
          – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top