Vadodara

શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત

દરેક જિલ્લામાં એકસરખું અર્થઘટન થાય તે માટે ચોક્કસ સૂચનાઓ આપવા માંગ

ઉદભવેલી વિસંગતતાઓમાં શાળાના વય પત્રકમાં માત્ર ગુજરાતીમાં જ માહિતી નોંધ થઈ,અંગ્રેજીમાં માહિતી લખવા માટે આધારભૂત બાબત કઈ ગણવી ?

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, શાળા છોડ્યાના પ્રમાણપત્ર આપવા બાબતની જાણ સંદર્ભ દર્શિત પત્રથી દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે, સાથે નિયત નમૂનાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. જેમાં કેટલીક વિસંગતતાઓ ઉદભવી છે.

દરેક જિલ્લામાં એકસરખું અર્થઘટન થાય તે માટે ચોક્કસ સૂચનાઓ થવા રજૂઆત કરવામાં આવી છે. ઉદભવેલી વિસંગતતાઓમાં શાળાના વય પત્રકમાં માત્ર ગુજરાતીમાં જ માહિતી નોંધ થઈ છે. અંગ્રેજીમાં માહિતી લખવા માટે આધારભૂત બાબત કઈ ગણવી ?, જનરલ રજીસ્ટરમાં વતનની માહિતી નોંધવામાં આવતી નથી. જે માટેના આધાર પુરાવા તરીકે શું માન્ય રાખવું ?, અંગ્રેજીની માહિતી જનરલ રજીસ્ટરમાં નોંધવાની કે કેમ ?, બાળકોના જન્મ ના દાખલા ગુજરાતીમાં જ લીધેલા છે, તો અંગ્રેજીમાં નોંધ કરવા માટે અંગ્રેજીમાં જન્મનો દાખલો વાલી પાસે મેળવવો કે કેમ સાથે આધારકાર્ડમાં બાળકનું નામ અંગ્રેજીમાં છે અને તેના કરતાં વાલીઓ દ્વારા આપવામાં આવેલ નામ અલગ હશે તો આપાર આઈડી અને બેંકના ખાતામાં વિસંગતતા આવવાની શક્યતાઓ છે. આ બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવું, આ ઉપરાંત વાલીઓ દ્વારા નોટરી પાસે એફિડેવિટ કરાવી આધારભૂત ગણવું કે કેમ ? આજ બધી બાબતો જોતા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એક અગત્યની અને સંવેદનશીલ બાબત હોય ચોક્કસ સૂચનાઓ થવા ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકને રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top