Charchapatra

શાંતિની શોધમાં

જ્ઞાની ભગવંતો કહે છે કે અનંતકાળ પછી મળેલા આ માનવભવમાં સુખી થવાની દરેકને ઇચ્છા હોય છે અને શાંતિની શોધમાં હોય છે. હકીકતમાં બાહ્ય પુરુષાર્થથી બાહ્ય ચીજોમાં ભૌતિક વસ્તુમાં સુખ-શાંતિ દેખાય છે. આંશિક અનુભવાય છે પણ એ શાશ્વત નથી. એ ભ્રમણા છે. પૂ. દવે-ગુરુ ફરમાવે છે કે હે માનવ સાચી શાશ્વત શાંતિ તારી અંદર જ (આધ્યાત્મિકતામાં જ) છે. માનવીનો શારીરિક શ્રમ ઘટી રહ્યો છે. જગતમાં એક બાજુ ધર્મપ્રવૃત્તિ, અનુષ્ઠાનો, પ્રભુજાપ, મંદિરો, (અન્ય જ્ઞાતિનાં ધર્મસ્થાનો) આરાધના સ્થળો, દીક્ષા જીવનની વધતી સંખ્યા, પુસ્તકોનાં પ્રકાશન, વ્રતો, જાહેર સભાઓ, વિવિધ ખાદ્યસામગ્રી, પ્રવચનો, શિબિરો, મોટા જમણવારો, બાહ્ય આડંબરો વિગેરે વધતાં જ જાય છે.

શાંતિ માટે હકીકતમાં કોઇ પણ ધર્મની કોઇ પણ ધાર્મિક પ્રવૃત્તિ, વાચન, પ્રવચન, વ્રત, આરાધના કે તપથી મનને અંતર્મુખ થવાથી શાંતિ અચૂક મળે છે. છતાં આજે મોટા ભાગનાં માનવો, મોંઘવારી, મંદી, માંદગી, સંઘર્ષ, આંતરિક પારિવારિક અને સામાજિક (તથા રાષ્ટ્રીય) મતભેદને લીધે વિવિધ દોષો અને દુ:ખોથી સંતપ્ત છે. ચિંતાથી મુંઝાઇ રહ્યાં છે ત્યારે શાંતિની આંતરિક શોધમાં કયાં જવું?
સુરત     – દીપકભાઇ મો. ટાંકલવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top